લીડ બેંક જામનગર દ્વારા કિસાન ક્રેડીટ કાર્ડ અને તેના લાભો અંગે વેબિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં એસ.બી.આઈ. લીડ બેંક ઓફિસ જામનગર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા ધુંવાવ તથા ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સ સર્વિસીસ, એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલફેર મિનિસ્ટ્રી દ્વારા તા.૦૧.૦૩.૨૦૨૫ ના રોજ કિસાન ક્રેડિટ કાર્ડ (કે.સી.સી.) ના માધ્યમથી સંસ્થાકિય ધિરાણ અને તેના લાભો વિશે માહિતગાર કરતો વેબિનાર યોજવામાં આવ્યો હતો. વર્ચ્યુઅલ પ્રવચન બાદ સ્થાનિક સ્તરે લીડ બેંક મેનેજર તથા એફ.એલ.સી. દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ ના બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં રૂ. ત્રણ લાખની વ્યાજ સહાય મર્યાદા વધારી રૂ.પાંચ લાખની કરવામાં આવી છે તથા આનુસંગિક જામીન વગર ખેતી ધિરાણની મર્યાદા ૧.૬૦ લાખથી વધારીને ૨.૦ લાખની કરવામાં આવી છે તેની ઉપસ્થિત ખેડૂતોને જાણકારી આપવામાં આવી હતી.ઉલ્લેખનિય છે કે આ સ્કીમ હેઠળ કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકાર વ્યાજ સબસીડીના લાભ સાથે રાહત દરે લોન આપવામાં આવે છે.આ વેબીનારમાં લિડ બેંક મેનેજર પ્રદિપ પટેલ, ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાના ડાયરેકટર રાજેશ ગુપ્તા તેમજ જિલ્લાના ખેડૂત લાભાર્થીઓ તથા બેન્ક કર્મચારીઓ સહભાગી બન્યા હતા.

Related posts

Leave a Comment