બોડેલીનો “રાજવાસણા ડેમ” વરસાદના અભાવે ખાલીખમ

છોટાઉદેપુર,

છોટાઉદેપુર જિલ્લામાં ચાલુ સીઝનમાં વરસાદ એકદમ નહિવત હોવાથી બોડેલી તાલુકાના હેરણનદી ઉપરનો રાજવાસણા ડેમ બિલકુલ ખાલી થઇ ગયો છે. ગયા વર્ષે કવાંટ તાલુકાના ઉપરવાસમાં અતિભારે વરસાદ પડવાથી પાણીની આવક વધુ થયેથી ૪ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ સપૂર્ણપને ડેમ છલકાઈ ગયો હતો. રાજવાસણા ડેમ આસપાસના વિસ્તાર તેમજ નજીકના ગામના ખેડૂતો માટે આશિર્વાદરૂપ છે. પણ વર્ષોથી બનેલા ડેમમાં દર વર્ષે પાણીની સાથે માટી-કાંપ પણ વધુ પ્રમાણમાં આવતી હોવાથી ડેમમાં માટી કાંપનું પ્રમાણ વધી ગયું છે. જેથી પાણીનો સંગ્રહ પૂરતા પ્રમાણમાં થતો નથી.પણ આ વર્ષે મેઘરાજા જોરદાર વરસ્યા નથી. જેથી આજે આ ડેમ ખાલીખમ છે. આ સિઝનમાં રાજવાસણા ડેમ અત્યાર સુધીમાં બે વખત ઓવરફ્લો થયો છે.

રિપોર્ટ : નઈમ હુઈ, છોટાઉદેપુર

Related posts

Leave a Comment