હિન્દ ન્યુઝ, જામનગર
ગ્રામ્ય વિસ્તારમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને આરોગ્યની સેવા મળી રહે, તેમના સ્વાસ્થય અંગે માહિતી અને માર્ગદર્શન મળે તે હેતુથી રોટરી ક્લબ ઓફ છોટી કાશી જામનગરની સામાજીક સંસ્થા દ્રારા રવિવારના રોજ અલિયાબાડામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં તેમના વિધાર્થીઓ માટે ખાસ મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં 222 વિધાર્થીઓએ વિવિધ નિષ્ણાંત તબીબોની સેવાનો લાભ લીધો હતો.
રોટરી ક્લબ ઓફ છોટી કાશી જામનગર દ્વારા સેવાકીય અને સામાજીક પ્રવૃત્તિઓ થતી હોય છે. સંસ્થાના સભ્યો દ્રારા વિવિધ વિસ્તારમાં વિવિધ સામાજીક, સેવાકીય પ્રવૃત્તિઓ કરી લોકઉપયોગી થવાના પ્રયાસ થાય છે. અલિયાબાડામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલયની ભુતપર્વ વિધાર્થીની મિતલબેન પટેલ જે હાલ સંસ્થાના સક્રિય સભ્ય છે. જેને પોતાની શાળાની મુલાકાત વખતે ત્યાં કાર્યરત નર્સની સાથે વાતચીત વખતે જાણ થઈ કે ગ્રામ્ય વિસ્તારમાં આવેલી શાળામાં વિધાર્થીઓને મેડીકલ ચેકઅપ કરવામાં આવે તો વિધાર્થીઓને મદદરૂપ થઈ શકાય. જેની જાણ સંસ્થા પ્રમુખ ડો. બ્રિજેશ રૂપારેલીયાને કરતાની સાથે પ્રોજેકટ ચેરમેન ડો.સ્મિતા રૂપારેલીયા દ્રારા મેગા મેડિકલ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. ગત રવિવારે 23મી નવેમ્બરના રોજ અલિયાબાડા જવાહર નવોદય વિદ્યાલયમાં સંસ્થા દ્રારા મેગા મેડીકલ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં શાળાના 222 વિધાર્થીઓ લાભ લીધો હતો.
મેડીકલ કેમ્પમાં જામનગરના વિવિધ નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી. જેમાં મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ENT ડો.જય કોડીનારીયા, ફિઝિશિયન ડો.ચાર્મી વ્યાસ, ઓપ્ટેલમોલોજિસ્ટ ડો. અનુજા પરીખ, ડેન્ટલ ડો.પરિષી શાહ, ચામડીના નિષ્ણાંત ડૉ.સાગર ભીમાણી, ગાયનેક ડો. રચના જેતપરીયા, ડેન્ટલ ડો. શિવાની જાડેજાએ સેવા આપી હતી. આ મેગા મેડીકલ કેમ્પમાં ચામડીના 72, ડેન્ટલ 30, ઈએનટીના 26, ગાયનેક 21, ચિકિત્સક 26, અને આંખોના 47 બાળ દર્દીઓ લાભ લીધો હતો. મેડીકલ કેમ્પમાં નિષ્ણાંત તબીબોની સેવા વિધાર્થીઓને મળી રહે તે માટે સંસ્થાના રો.અલ્પેશ ઉપાધ્યાય, રો.અશોક દોમડીયા અને રો.ભાવેશ તન્ના સહીતના કાર્યકરોએ તબીબો સાથેનુ સંકલન કરીને તેમની સેવા ગ્રામ્ય વિધાર્થીઓને મળે તે માટેનુ આયોજન અને વ્યવસ્થા કરી હતી.
