હિન્દ ન્યુઝ, જામનગર
ભારત સરકાર દ્વારા Digital Public Infrastructure for Agricultureના ભાગ રૂપે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ રાજ્યના તમામ ખેડૂતોના આધાર લીંક રજીસ્ટ્રેશન માટે ફાર્મર રજીસ્ટ્રી અમલી કરાઈ છે. જે અન્વયે તા. ૧૫/૧૦/૨૦૨૪થી રાજ્યમાં તમામ ગ્રામ્ય કક્ષાએ કેમ્પ મોડ મારફત રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાલમાં ગુજરાત રાજ્યના ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર આવેલી ટેકનિકલ ખામીને કારણે રજીસ્ટ્રેશન થઈ શકતું નથી. આથી પોર્ટલ પરની ખામી દૂર કરી પોર્ટલ કાર્યરત કરાતા વિવિધ સમાચારપત્રો તથા સોશિયલ મીડિયા મારફત તેની જાણ કરવામાં આવશે. જેની સૌ ખેડૂતમિત્રોને નોંધ લેવા જામનગર જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.