હિન્દ ન્યુઝ, દીવ
દીવ જિલ્લા શિક્ષણાધિકારી આર. કે. સિંઘ ના સફળ નેતૃત્વ હેઠળ અને આચાર્ય ઝાકીર લાખાવાલા અને મનોજ બારીયાના માર્ગદર્શનથી “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમના ભાગરૂપે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, દીવમાં એન.એસ.એસ યુનિટ અને DMC દીવના સંયુક્ત ઉપક્રમે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા.
પૂજ્ય મહાત્મા ગાંધીજીના જીવન મૂલ્યોને ચરિતાર્થ કરવા માટે “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત આ શાળાના એન.એસ.એસ યુનિટના 100 જેટલા સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ DMC દીવના કર્મચારીઓ એ વેસ્ટ ટુ આર્ટ, વૃક્ષારોપણ, સ્લોગન ઓન ગવર્મેન્ટ બિલ્ડીંગ વોલ, નિબંધ લેખન, સ્વચ્છતા શપથ વગેરે કાર્યક્રમો કર્યા. જેમાં શાળાના એન.એસ.એસ યુનિટના પ્રોગ્રામ ઓફીસર તસ્લીમા શેખ તેમજ શાળાના સટાફ મિત્રો એ સહયોગ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો.
રિપોર્ટર : વિજ્યલક્ષ્મી પંડયા, દીવ