શ્રમિકોને કામના સ્થળે આરોગ્યની સેવાઓ પુરી પાડતાં શિહોરના આરોગ્ય ધન્વંતરી રથના કર્મીયોગીઓ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    ભાવનગર જિલ્લામાં શ્રમિકોને ઘર આંગણે જ આરોગ્યની સેવાઓ પુરી પાડવા માટે ગુજરાત મકાન અને અન્ય શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ધન્વંતરી આરોગ્ય રથ ફેરવવામાં આવી રહ્યા છે. 

જે અંતર્ગત ભાવનગર માં પ્રોજેક્ટ કૉ ઓર્ડીનેટર ડૉ. અવિનાશ પંડ્યા ના નિરીક્ષણ હેઠળ આજે શિહોર ખાતે ચાલતા ધન્વંતરી આરોગ્ય રથ માં મેડિકલ ઓફિસર ડો. કાજલબેન સોલંકી, લેબર કાઉન્સેલર દિનેશદાન લાગડિયા, પેરા મેડિકલ સાગરભાઈ પંડ્યા, લેબ.ટેકનિશિયન ભાર્ગવભાઈ ચૌધરી, પાયલોટ અક્ષયભાઈ રાઠોડની ટીમ દ્વારા બાંધકામનાં સ્થળ પર, વસાહત પર તાવ- શરદી, ઝાડા-ઉલ્ટીની સારવાર, સામાન્ય રોગોની સારવાર, ચામડીના રોગોની સારવાર, રેફરલ સેવાઓ, નાની ઈજા તેમજ ડ્રેસિંગ વગેરેની સુવિધા, નાના બાળકોની સારવાર, સગર્ભા માતાઓની પ્રાથમિક તપાસ જેવી વિવિધ આરોગ્ય સેવાઓ પૂરી પાડવાની સાથે બાંધકામ શ્રમિકને “ઈ-નિર્માણ કાર્ડ”કાઢી આપવાની કામગીરી કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તંદુરસ્ત સમાજ અને તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણના સૂત્રને સાર્થક કરવાના નેમ સાથે ભાવનગર જિલ્લામાં ૫ ( પાંચ ) ધન્વંતરી રથ કાર્યરત છે.

Related posts

Leave a Comment