હિન્દ ન્યુઝ, મહીસાગર
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મોટી ચરેલ ગામે જિલ્લા ક્લેક્ટર શ્રીમતી નેહા કુમારીના અઘ્યક્ષતામાં રાત્રીસભા યોજાઈ. રાત્રી ગ્રામસભામાં ઉત્સાહભેર લોકો મોટી સંખ્યામાં જોડાયા અને યોજનાકીય બાબતો અને પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ.
ગ્રામજનો અને વહીવટી તંત્ર વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવતી પ્રજાના ધર આંગણે પ્રજાના પ્રશ્નો સાંભળવા અને મુશ્કેલીઓ દૂર કરવા રાત્રી ગ્રામસભામાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, ગામના સરપંચ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ તમામ અધિકારીઓએ તેમના વિભાગને લગતી યોજનાઓની માહિતી તથા થયેલ પ્રશ્ર્નોનું નિરાકરણ કર્યુ હતું.
જિલ્લા કક્ષાના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ગ્રામસભામાં ઉપસ્થિત રહ્યા હતા અને વ્યક્તિગત તેમજ સામૂહિક યોજના અંગે પ્રશ્નો જેવા કે રોડ રસ્તા, પાણીની સમસ્યા, લાઈટના ગ્રામજનોએ પ્રશ્નો રજૂ કર્યા હતા. જેનો કલેકટરશ્રી દ્વારા સંબંધિત અધિકારીને સુચના આપી સ્થળ પર જ પ્રશ્નોનો નિકાલ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલે જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર હકારાત્મક અભિગમ સાથે આજે આ ગામમાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા દરેક પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે સતત પ્રયત્નશીલ છે.
આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર સી વી લટા, પ્રાયોજના વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર, લુણાવાડા પ્રાંત અધિકારી આનંદ પાટીલ, સરપંચ સહિત સંકલનના તમામ અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : જયેશ ડામોર, મહીસાગર
Advt.