હિન્દ ન્યુઝ, ભાવનગર
પોલીસ અધિક્ષક, ભાવનગરની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ભાવનગર જિલ્લાના અરજદારઓ,આમ નાગરીકો,અલગ અલગ સંસ્થા- સંગઠનના પ્રતિનિધિઓ વગેરે કોઇપણ દિવસે પોલીસ વિભાગને લગતા પ્રશ્નો, રજૂઆતો અને ફરીયાદો અંગે પોલીસ અધિક્ષક, ભાવનગરને મળી પોતાની રજૂઆત કરી રહ્યાં છે અને તોઓના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.
આમ છતા, વહિવટી સરળતા તેમજ આમ નાગરીકો સીધા જ પોલીસ અધિક્ષક, ભાવનગરને રૂબરૂ મળી તેમની રજૂઆત કરી શકે અને નાગરીકોને પણ સરળતા રહે તે હેતુસર દરેક સોમવાર તથા મંગળવારના દિવસે અગત્યની કોઇ કામગીરી સિવાય અમારો કેમ્પ ભાવનગર કચેરી ખાતે રહેતો હોવાથી આ બન્ને દિવસોએ અરજદારઓએ અમારો સંર્પક કરી રૂબરૂ રજૂઆત કરી શકશે.