વન વિભાગ દ્વારા પશુ સંવર્ધન હેતુ ઘાસ લઈ જવા બીન અનામત વીડીઓની હરાજી કરાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર 

     લાગુ પડતા સર્વે ધંધાદારીઓ અને ઇજારદારો તથા લાગુ પડતી ગ્રામ પંચાયતોને તથા ગૌ-સંવર્ધન કામ કરતી પાંજરાપોળને, માલધારી સહકારી મંડળીઓને જણાવવામાં આવે છે કે, વન વિભાગની બિન અનામત વીડીઓ સને ૨૦૨૪-૨૫ના વર્ષનું ઘાસ વાઢી લઈ જવા માટે ઈજારો આપવા માટેની ત્રીજી વખતની જાહેર હરાજી રાખવામાં આવેલ છે.તો કોઈને બિન અનામત વીડીઓ ઈજારા થી રાખવાની ઇચ્છા હોય તેમણે સમયસર હરાજીમાં હાજર રહીને માંગણી કરવાની રહેશે.

જેમા ભાવનગર તાલુકાના થોરડી ગામે ૭.૯૬ હે.આર. વિસ્તારમાં, લાખણકા ગામે ૨૧.૭૩ હે.આર. વિસ્તારમાં અને ભવાનીપરા ગામે ૭.૯૨ હે.આર. વિસ્તારમાં, શિહોર તાલુકાના ઈશ્વરીયા ગામે ૨૪.૮ હે.આર. વિસ્તારમાં, લાંબધાર ગામે ૧૮.૨૧ હે.આર. વિસ્તારમાં, ઝરીયા ગામે ૮.૦૯ હે.આર. વિસ્તારમાં, ઉમરાળા તાલુકાના પીપરડી ગામે ૧૨.૩૭ હે.આર. વિસ્તારમાં, પરવાળા ગામે ૪.૬૩ હે.આર. વિસ્તારમાં, મહુવા તાલુકાના મોદા ગામે ૪૪.૨૫ હે.આર. વિસ્તારમાં, તળાજા તાલુકાના પછેડીધાર ગામે ૨.૦૨ હે.આર. વિસ્તારમાં, નવકુકરી ગામે ૧૩૭.૯૨ હે.આર. વિસ્તારમાં, પાલીતાણા તાલુકાના વાંનાનેરીયા ગામે ૧૫૫.૮૦ હે.આર. વિસ્તારમાં અને મેઢા ગામે ૧૨.૪૬ હે.આર.વિસ્તારમાં, જેસર તાલુકાના દડુલી ગામે ૯.૦૪ હે.આર. વિસ્તારમાં, ગઢડા તાલુકાના હરીપર ગામે ૧૬.૭૨ હે.આર.વિસ્તારમાં,માંડવધાર(સખનેસડા) ગામે ૧૯.૮૪ હે.આર. વિસ્તારમાં, માંડવધાર ગામે ૨૪.૭૬ હે.આર. વિસ્તારમાં વીડીમા લેવામા આવેલ પ્લાન્ટેશન તથા એડવાન્સ વર્કસને નુકસાન ન થાય તે શરતે હરાજીમા આપવામા આવનાર છે.

જેમાં હરાજીનું સ્થળ:પરિક્ષેત્ર વન અધિકારીશ્રી, ક્ષેત્રીય રેન્જ, ભાવનગરની કચેરીએ ૧૧/૦૯/૨૦૨૪ તારીખે ૧૧:૦૦ કલાકે,શિહોર તાલુકામાં અને વલભીપુર તાલુકામાં ૦૬/૦૯/૨૦૨૪ તારીખે ૧૧:૦૦ કલાકે, મહુવા અને જેસર તાલુકામાં ૦૫/૦૯/૦૨૦૨૪ તારીખે ૧૧:૦૦ કલાકે, પાલીતાણામાં ૦૯/૦૯/૨૦૨૪ તારીખે ૧૧:૦૦ કલાકે,રેન્જ ઓફીસરશ્રીની કચેરી ખાતે હરાજી યોજાશે.જાહેર હરાજીની શરતો હરાજી વખતે સ્થળ ઉપર રૂબરૂ વાંચી સંભળાવવામાં આવશે.વિશેષ માહિતીની જરૂર જણાય તો ઓફિસના કામકાજના દિવસોએ અને સમયે અત્રેની કચેરીમાં અથવા જે તે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરીએ રૂબરૂ સંપર્ક સાધવાથી મળી શકશે.આ તમામ વીડીઓ પૈકી કોઈપણ વીડીની હરાજી બંધ રાખવાનો અધિકાર નાયબ વન સંરક્ષક ભાવનગર વિભાગનો અધિકાર રહેશે તેમ,નાયબ વન સંરક્ષક, ભાવનગર વન વિભાગની યાદીમાં જણાવેલ છે.


Advt.

Related posts

Leave a Comment