તળાજા તાલુકાના ઠળિયા ગામે કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર  

આત્મા (એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી) યોજના ભાવનગર દ્વારા આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયેલા એફ.આઇ.જી. ભાઇઓને પ્રાકૃતિક કૃષિ વિશે માહીતી મળી રહે તે માટે તળાજા તાલુકાના ઠળિયા ગામે કિસાન ગોષ્ઠી યોજવામા આવેલ જેમા તળાજા તાલુકાના ઠળિયા,કુંઢડા ગામના કુલ ૬૪ ભાઇઓએ ભાગ લીધો હતો.

કિસાન ગોષ્ઠીમા સૌ પ્રથમ બી.ટી.એમ ગોહીલ રાજુભાઇ દ્વારા શાબ્દીક સ્વાગત દ્વારા કાર્યક્રમની શરુઆત કરવામા આવી હતી. ત્યારબાદ વક્તા શ્રી હસમુખભાઈ કે. પંડ્યા દ્વારા ખેડુતોને પ્રાકૃતિક કૃષિ વિશે માહીતી આપવામા આવી હતી. જેમા જીવામ્રુત, બિજામ્રુત, દસપર્ણી અર્ક વગેરે બનાવવાની રીત અને તેના ઉપયોગ વિશે વિસ્તૃત માહિતિ આપી હતી તેમજ મોડેલ ફાર્મ વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ જીગ્નેશભાઇ જાની (વિસ્તરણ અધિકારી-તળાજા) દ્વારા પ્રાકૃતિક કૃષિની ખેત પેદાશો નુ માર્કેટીંગ અને વેચાણ વિશે માહિતિ અને માર્ગદર્શન આપ્યું હતું. ખેતી વાડીની યોજનાઓ અને સહાય બાબતે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બી.ટી.એમ ગોહીલ રાજુભાઇ દ્વારા આત્મા પ્રોજેક્ટ વિષે માહિતી અને ગાય નિભાવ ખર્ચ યોજના વિષે માહિતિ આપવામા આવી હતી. ખેડુતોના પ્રશ્નો અને તેના જવાબો વિષે ચર્ચા કરવામા આવી હતી. એ.ટી.એમ સોલંકી બ્રીજેશભાઇ દ્વારા આભાર વિધિ કરવામા આવી અને અંતમા સાથે ભોજન લઇ આ કાર્યક્રમ પુર્ણ કરવામા આવ્યો હતો.


Advt.

Related posts

Leave a Comment