કાળાનાળા સર્કલને એપ્રોચ કરતા તમામ રસ્તાઓ પરનો વાહન વ્યવહાર બંધ કરવા તેમજ ડાયવર્ઝન રૂટ પરથી તમામ પ્રકારના વાહનો પસાર કરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    ભાવનગર શહેરમાં ચિત્તરંજન ચોકથી ભીડભંજન ચોક સુધી વ્હાઇટ ટોપીંગ રોડ બનાવવાનું કામ પ્રગતિમાં છે. જે પૈકી ઉપરોકત રોડના કામમાં કાળાનાળા સર્કલ ફરતે તથા સર્કલને જોડતા એપ્રોચ રોડનું કામ પુર્ણ કરવાના હેતુથી ટ્રાફીક નિયમન માટે વાહનોની અવર- જવર માટે વાહનો ડાયવર્ઝન રૂટ પરથી પસાર કરવા ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) હેઠળ તેમને મળેલી સત્તાની રૂએ તા.૧૮/૦૮/૨૦૨૪ થી તા.૨૭/૦૮/૨૦૨૪ સુધી કાળાનાળા સર્કલને એપ્રોચ કરતા તમામ રસ્તાઓ પરનો વાહન વ્યવહાર બંધ કરવા તેમજ ડાયવર્ઝન રૂટ પરથી તમામ પ્રકારના વાહનો પસાર કરવા નીચે મુજબનો હુકમ ફરમાવ્યો છે.

(૧) પ્રતિબંધિત રસ્તો 

        કાળાનાળા સર્કલ તથા કાળાનાળા સર્કલને જોડતા રોડની ૧૦ મીટરની મર્યાદા સુધીના રસ્તાઓ.

(૨) કાળુભા રોડથી કલેકટર કચેરી તરફ જતા વાહનોએ નીચે જણાવ્યા મુજબના ડાયવર્ઝન રૂટનો ઉપયોગ કરવાનો રહેશે.

(i) કાળુભા રોડ – ટ્રેડ સેન્ટર કોમ્પલેક્ષ પાસે બાંભણીયા મેડિકલ ખાંચો – દાદા સાહેબ જૈન દેરાસર – સર.ટી.હોસ્પીટલ ગેટ – તાલુકા પંચાયત કચેરી – પીલ ગાર્ડન ગેટ- જશોનાથ સર્કલ – મોતીબાગ સિગ્નલ – ભીડભંજન મંદિર – કલેકટર કચેરી/ મ્યુનિસિપાલિટી કચેરી. (ફોર-વ્હિલર/ટુ-વ્હિલર)

(ii) કાળુભા રોડ- પરીમલ ચોક રાધામંદિર સિગ્નલ- રબ્બર ફેકટરી સર્કલ- મેઘાણી સર્કલ – ક્રેસન્ટ સર્કલ – પારસી અગીયારી રોડ – ગરાસીયા બોર્ડીંગ ચોક – કબ્રસ્તાનવાળો રસ્તો- ભીડભંજન ચોક- કલેક્ટર કચેરી/મ્યુનિસિપાલીટી કચેરી (ભારે વાહનો) 

(૩) કલેકટર કચેરી/મ્યુનિસિપલ કોર્પોરેશનથી કાળુભા રોડ તરફ જતા વાહનોએ નીચે જણાવ્યા મુજબના ડાયવર્ઝન રૂટનો ઉપયોગ કરવાનો રહેશે

(i) કલેકટર કચેરી/મ્યુનિસિપલ કચેરી – ભીડભંજન ચોક – મોતીબાગ સિગ્નલ જશોનાથ સર્કલ – બ્લ્યુ હીલ હોટેલ – પીલ ગાર્ડન ગેટ – તાલુકા પંચાયત કચેરી – દાદાસાહેબ જૈન દેરાસર- યુનો મેડીકલ- કાળુભા રોડ. (ફોર- વ્હિલ/ટુ-વ્હિલર)

(ii) કલેકટર કચેરી – ભીડ ભંજન ચોક – કબ્રસ્તાનવાળો રસ્તો – ગરાસીયા બોર્ડીંગ- કેસરબાઈ મસ્જીદ – સંત કંવરરામ ચોક – કાળાનાળા (ફોર વ્હિલર/ટુ-વ્હિલર)

(iii) કલેકટર કચેરી – ભીડ ભંજન ચોક – કબ્રસ્તાનવાળો રસ્તો – ગરાસીયા બોર્ડીંગ- ક્રેસન્ટ સર્કલ – મેઘાણી સર્કલ – રબ્બર ફેકટરી સર્કલ – રાધા મંદિર સિગ્નલ-પરીમલ ચોક – કાળુભા રોડ (ભારે વાહનો) 

(૪) રાઘા મંદિર ટ્રાફીક સિગ્નલથી કલેકટર કચેરી/મ્યુનિસિપલ કોર્પોરેશન તરફ જતા વાહનોએ નીચે જણાવ્યા મુજબના ડાયવર્ઝન રૂટનો ઉપયોગ કરવાનો રહેશે.

(i) રાધા મંદિર સિગ્નલ – સંત કંવરરામ ચોક – નવાપરા રોડ – કેસરબાઈ મસ્જીદ- ગરાસીયા બોર્ડીંગ ચોક- કબ્રસ્તાનવાળો રસ્તો – ભીડભંજન ચોક – કલેકટર કચેરી/ મ્યુનિસીપાલીટી કચેરી. (ફોર વ્હિલર/ટુ-વ્હિલર)

(ii) રાધા મંદિર સિગ્નલ- રબ્બર ફેકટરી સર્કલ – મેઘાણી સર્કલ – ક્રેસન્ટ સર્કલ- પારસી અગીયારી રોડ – ગરાસીયા બોડીંગ ચોક – ભીડભંજન ચોક – કલેકટર કચેરી/મ્યુનીસીપાલીટી કચેરી. (ભારે વાહનો)

(૫) કલેકટર કચેરી/મ્યુનિસિપલ કોર્પોરેશનથી રાઘા મંદિર ટ્રાફીક સિગ્નલ તરફ જતા વાહનોએ નીચે જણાવ્યા મુજબના ડાયવર્ઝન રૂટનો ઉપયોગ કરવાનો રહેશે.

(i) કલેકટર કચેરી – ભીડ ભંજન ચોક- કબ્રસ્તાનવાળો રસ્તો – ગરાસીયા બોર્ડીંગ- કેસરબાઈ મસ્જીદ – સંત કંવરરામ ચોક- રાધામંદિર સિગ્નલ. (ફોર વ્હિલર/ટુ- વ્હિલર)

(ii) કલેકટર કચેરી – ભીડ ભંજન ચોક – કબ્રસ્તાનવાળો રસ્તો – ગરાસીયા બોર્ડીગ – ક્રેસન્ટ સર્કલ – મેધાણી સર્કલ- રબ્બર ફેકટરી સર્કલ – રાધા મંદિર સિગ્નલ. (ભારે વાહનો).

આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનાર સદરહુ અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે. “જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના દરજજાના ન હોય તેવા ફરજ ઉપરના કોઈપણ અધિકારીશ્રી અધિકૃત રહેશે.”


Related posts

Leave a Comment