હિન્દ ન્યુઝ, ભાવનગર
દેશના સૈનિકો દરેક તહેવારો અને ઉત્સવો પોતાના ઘર પરિવારથી દૂર સરહદ પર મનાવતા હોય છે. ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આ સૈનિકો સરહદ પર રહીને પણ મનાવી શકે અને માતાઓ બહેનો તેમની સાથે જોડાયેલી છે એવો તેમને અહેસાસ આપવાનો સરાહનીય પ્રયોગ “એક રાખી દેશ કે જવાનો કે નામ” અંતર્ગત ગુજરાતે કર્યો છે. આ હેતુસર ભાવનગર જિલ્લાની ૧૫૮૬ આંગણવાડી કેન્દ્રની આંગણવાડીની બહેનોએ રાખડીઓનું રક્ષા કવચ દેશની સરહદે તૈનાત વીર જવાનોને મોકલી તેમના પ્રત્યેના સ્નેહની અનુભૂતિ કરાવી હતી.