રાજકોટ ખાતે પુષ્પાબેન રાઠોડ સંચાલિત પૂજા હોબી સેન્ટરનાં બાળકો દ્વારા સ્વતંત્રતા પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, રાજકોટ

          રાજકોટ ખાતે ૧૫મી ઓગષ્ટ ગુરૂવારના રોજ સવારે ૭:૩૦ કલાકે બાલભવન સ્કેટીંગ રીંકમાં ૭૭મા સ્વતંત્ર દિવસે પુજા હોબી સેન્ટરના ૩૮ બાળકો અને બાલભવનના અનેક બાળકો ૭૭ મિનિટ સુધી રોલર સ્કેટીંગ કરી દેશની સ્વતંત્રતાને ફલેગ સાથે સલામ કરશે.

        ૪ વર્ષથી ૧૮ વર્ષ સુધીના બાળકો તથા યુવાનો ૭૭ મિનિટ સુધી સતત સ્કેટીંગ કરી વંદે માતરમૂની ધુન પર ડાન્સ કરશે તથા રોલર સ્કેટ પહેરીને બાસ્કેટબોલ પણ રમશે. ગુજરાત રોલર બાસ્કેટબોલ એસોસીએશનના માર્ગદર્શન મુજબ એમેતુર ફેડરેશન ઓફ રોલર બાસ્કેટ બોલ ઓફ ઈન્ડીયાના એફેલેટેડ નીચે રાજકોટમાં સૌપ્રથમવાર આ ઈવન્ટનું ભવ્ય આયોજન થયું છે.

બાલભવન તથા પુજા હોબી સેન્ટરના કમીટી મેમ્બરોના સહકારથી આ આયોજનને સફળતા મેળવવા માટે પ્રયત્ન થઈ રહ્યા છે.

     આ દિવસે બાલભવનનાં માનદમંત્રી મનસુખભાઈ જોષી ધ્વજવંદન કરશે તથા પુજા હોબી સેન્ટરના અને પોદાર પ્રેપના અનેક બાળકો વાલીઓ આ યાદગાર પળને જીવંત રાખવા માટે હાજર રહેવાના છે. અસંખ્ય વાલીઓ તથા બાળકો વ્હાઈટ ડ્રેસમાં ફલેગ સાથે બાળકોનો ઉત્સાહ વધારવા માટે રાજકોટની ઉત્સાહપ્રેમી જનતાને બાલભવન સ્કેટીંગ રીંકમાં હાજર રહેવા સવારે ૭ થી ૯ દરમ્યાન ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.

    ઉપરોકત ઈવેન્ટમાં ભાગ લેનાર બાળકો જેમાં આસ્થા અમીપરા, મીત ગાંધી, યશ શાહ, રાહી નાગવેકર, પ્રેમ ગાંધી, ફલક પારેખ, તીર્થા લીંબાસીયા, દુર્વા મોરજરીયા, દિવિથ પારેખ, શુભ ભારડીયા, કબીર દુધાત, વેદાંશ મહેતા, શોર્યન પઢારીયા, પંથ અજુડીયા, વિવાન માંડલીયા, મહમદઝૈદ લખાખાન, વિહાન પાનસુરીયા, સોહમ સેજપાલ, શાશ્વત પારેખ, જીશાન કાચા, મિવાન સખીયા, લક્ષ્ય મહેતા, લબ્ધી મહેતા, ચાર્મી ઉદ્દેશી, મન્નત પાનસુરીયા, આદિવ સાકરીયા, દિતિ બુધ્ધદેવ, સ્વપ્નીલ આવળીયા, ધર્મરાજ બાબરીયા, મલય અંબાણી, દિવ્યરાજ મકવાણા, આરૂષ સવસાણી, ધિયાન પાટીલ, પ્રેમ રાઠોડ, કહાન રાઠોડ આ બાળકો ભાગ લઈ રહ્યા છે.

૭૭ મિનિટ રોલર સ્કેટ પહેરીને દેશને સલામી કરતા તમામ બાળકોનું ગોલ્ડ મેડલ, કલરફૂલ સર્ટીફીકેટ આપી સન્મના કરવામાં આવશે. આ ઉપરાંત તમામ બાળકોને આકર્ષક ગીફટ તથા સ્નેકસ આપવામાં આવશે. ઉપરોકત આયોજનને સફળ બનાવવા માટે એમેતુર ફેડરેશન ઓફ રોલર બાસ્કેટબોલ, ગુજરાત રોલર બાસ્કેટબોલ એસોસિએશન, બાલભવન તથા પુજા હોબી સેન્ટરના તમામ કમીટી મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે. દેશની તથા રાજકોટની આ ગૌરવ સમી ઈવન્ટને સફળ બનાવવા તમામ ન્યુઝપેપરના તંત્રીને નિવદેન કરવામાં આવે છે કે ફોટોગ્રાફરને સવારે ૭૧૫ થી ૯ કલાક દરમ્યાન બાલભવન સ્કેટીંગ રીંકમાં લાઈવ ફોટા માટે મોકલે અને બાળકોનો ઉત્સાહ વધારે તેવો નમ્ર અનુરોધ કરવામાં આવે છે.


Related posts

Leave a Comment