નારી વંદના ઉત્સવનો ૪ દિવસ “મહિલા નેતૃત્વ દિવસ”
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
જિલ્લા તાલુકા પ્રમુખ કલ્પનાબહેન રાઠવાના અધ્યક્ષતામાં “મહિલા નેતૃત્વ દિવસ”ની ઉજવણી જિલ્લા પંચાયત હોલ કવાંટ રોડ છોટાઉદેપુર ખાતે કરવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્ર અને મહિલા અને બાળ અધિકારીની કચેરી, છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા “મહિલા નેતૃત્વ દિવસ” નિમિત્તે વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર મહિલાઓનુ સન્માન કરવામાં આવ્યુ હતુ.
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કિશોરીઓમાં નેતૃત્વના ગુણોનો વિકાસ થાય તેમજ પોતાના ગામના વિકાસમાં સક્રિય ભાગ લે તેવા ઉમદા હેતુથી “બાલિકા પંચાયત” નો નવતર પહેલ શરૂ કરેલ છે જેમાં જિલ્લાની કુલ ૩૫૧ગામોમાં બાલિકા પંચાયતની રચના થયેલ છે જે પૈકી પ્રતિક સમા કુલ ૫૨ ગામોની બાલિકા પંચાયત સરપંચ અને ગ્રામ પંચાયતની કુલ ૩ મહિલા સરપંચોનું સ્મૃતિ ચિન્હ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.પ્રાકૃતિક કૃષિ કરતા મહિલા પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું.વ્હાલી દિકરી યોજનાના ૯ લાભાર્થીઓને મંજૂરી હુકમ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મહિલા અને બાળ અધિકારી હિનાબહેન સ્વાગત પ્રવચન કર્યુ હતું. આ ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોએ મહિલા નેનૃત્વ દિવસ ની ઉજવણીને અનૂરુપ સંબોધન કર્યું હતું.માહિતી ખાતા દ્વારા પરંપરાગત નાટક રજૂ કરવામાં આવ્યુ હતું.
નારી વંદના ઉત્સવ મહિલા નેતૃત્વ દિવસ નિમિતે ડેપ્યુટી ડીડીઓ સેજલબહેન, નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી ક્રિષ્ણાબહેન, શ્રમ અને રોજગારના અરવિંદભાઈ, પદાધિકારી, નાટકના કલાકારો,બાલિકા સરપંચ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ ખાતે “પત્રકાર રત્ન એકસેલન્સ એવોર્ડ – ૨૦૨૪” નો ભવ્ય કાર્યક્રમ યોજાયો
તંત્રીશ્રી : ડૉ. સીમાબેન પટેલ ✍️