હિન્દ ન્યુઝ, દીવ
દીવ કલેક્ટર શ્રીમતી ભાનુપ્રભા ની સૂચના અને હેલ્થ ઓફિસર ડો. સુલતાન ના માર્ગદર્શન હેઠળ દીવ જિલ્લાના શહેરી વિસ્તારની તમામ હાઈસ્કૂલો / હાયર સેકન્ડરી સ્કુલો માં ડેન્ગ્યુ, ચાંદીપુરા વાયરસ જેવા રોગોની માહિતી પ્રસિક્ષણ શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તમામ્ શિક્ષકોને ડેન્ગ્યુ રોગ અટકાયતી પગલાઓ ની તાલીમ આપવામાં આવશે. સાથે સાથે ચાંદીપુરા રોગ ના લક્ષણો, સાવચેતીના પગલાઓ વિશે પણ સમજણ આપવામાં આવશે.
આરોગ્ય વિભાગ ની ટીમો દ્વારા કાચી દીવાલો વાળા ઘરો જ્યા સેન્ડ ફ્લાય નું બ્રિડિંગ સંભવ છે તેવા ઘરો નો સર્વે શરૂ કર દેવામાં આવેલ છે. તેમજ તમામ શાળાઓ માં જંતુનાશક દવાઓ નો છંટકાવ કરી દેવામાં આવેલ છે. આ પ્રશિક્ષણ સીએચસી ઘોઘલા ના ડો. અજય ગઢવી, ડો જાગૃતિ સોલંકી અને હેલ્થ ટીમ દ્વારા આપવામાં આવેલ.
રિપોર્ટર : વિજ્યલક્ષ્મી પંડયા, દીવ
રાજકોટ ખાતે “પત્રકાર રત્ન એકસેલન્સ એવોર્ડ – ૨૦૨૪” નો ભવ્ય કાર્યક્રમ યોજાયો
તંત્રીશ્રી : ડૉ સીમાબેન પટેલ