હિન્દ ન્યુઝ, દીવ
તા.૨૧ જૂન, વિશ્વ યોગ દિવસ નિમિત્તે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની એક પહેલના ભાગરૂપે સમગ્ર વિશ્વ માં તા: ૨૧ ના રોજ “સ્વયમ અને સમાજ માટે” ની થીમ પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં નેહરુ યુવા કેન્દ્ર દીવ દ્વારા પણ સમગ્ર દીવ જિલ્લા માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
નેહરુ યુવા કેન્દ્ર દીવ દીવ દ્વારા સાઉદ વાળી બોય સ્કૂલ યોગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નેહરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકો એ હાજરી આપી તેમજ યુવક મંડળો પણ હાજર રહ્યા હતા. જેમાં ત્યાંના પ્રિન્સિપાલ શ્રીમાન રજનીકાંત સોલંકી, યોગ ટ્રેનર રમાકાંત, સહાયક કુમારી નુટીકા અને પ્રધ્યાપકો સ્ટાફ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. બધા વિદ્યાર્થીઓને માત્ર એક દિવસ પૂરતો યોગ દિવસ ન રહેતા રોજિંદા જીવનમાં યોગ વણાઈ જાય એવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ નેહરુ યુવા કેન્દ્ર દીવ ના યુવા અધિકારી મેઘાબેન સનવાલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં નેહરુ યુવા કેન્દ્રના સ્વયંસેવક નિકિતા સોલંકી હાજર રહ્યા હતા.
કાર્યક્રમની પૂર્ણાહુતિ રાષ્ટ્રીયગાન કરીને કરવામાં આવી હતી.
રિપોર્ટર : વિજયલક્ષ્મી પંડ્યા, દીવ
Advt.