હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ની ટી.વાય.બી.એસસી. સેમેસ્ટર-૬ ના જાહેર કરાયેલા પરિણામમાં વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજના કેમિસ્ટ્રી વિષયના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવી છે.
કોલેજના ૫૬ વિદ્યાર્થીઓમાંથી ૭ વિદ્યાર્થીઓએ ૯૦% કરતા વધારે ટકા પ્રાપ્ત કરેલ છે તેમજ કોલેજનું સમગ્ર પરિણામ ૮૬% રહ્યું છે. ચૌહાણ કિરણે ૯૭% સાથે પ્રથમ ક્રમાંક, ડોડીયા પિન્ટુએ ૯૬.૩૬% સાથે દ્વિતીય ક્રમાંક અને ખાનપરા નિરાલીએ ૯૫.૪૫% સાથે તૃતીય ક્રમાંક મેળવ્યો છે. આમ સર્વાધિક ગુણાંક પ્રાપ્ત કરી સરકારી કોલેજના કેમિસ્ટ્રી વિષયના વિદ્યાર્થીઓ અગ્ર રહ્યાં છે.
વિદ્યાર્થીઓની આ જ્વલંત સફળતા બદલ સરકારી વિજ્ઞાન કોલેજના આચાર્ય ડૉ. સ્મિતા.બી.છગ તેમજ કેમેસ્ટ્રી વિષયના વડા ડૉ. ધનંજય.કે. પંડયા, મદદનીશ પ્રાધ્યાપક ડૉ. મમતા એચ. ચૌહાણ તથા સચિન એમ. સીતાપરાએ અભિનંદન પાઠવ્યાં હતાં.
Advt.