”અવસર લોકશાહીનો… લોકસભા સામાન્ય ચૂંટણી-2024”
હિન્દ ન્યુઝ, લાલપુર
સમગ્ર જામનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે મહત્તમ પ્રમાણમાં નાગરિકો મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થાય તે હેતુથી મતદાન જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. લાલપુર તાલુકામાં સ્થિત લાલપુર ગામમાં લોકસભા સામાન્ય ચુંટણી–2024 અન્વયે મતદાર જાગૃતિ અંગે મતદારોને જાગૃત કરવા માટે લાલપુર પ્રાંત અઘિકારીના માર્ગદર્શન હેઠળ વીર સાવરકર વિદ્યાલય ખાતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સાઈકલ રેલીમાં અધિકારીગણ, સંસ્થાના કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. તેમ મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અઘિકારી, લાલપુરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.