જામનગરમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર

     જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી- જામનગર દ્વારા સમગ્ર જિલ્લામાં કિશોરી અને મહિલા જાગૃતિ માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સપ્તાહ” નિમિતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા જામનગર શહેરમાં સ્થિત વૈશાલી નગર-2 માં સ્વરોજગારની તાલીમ મેળવતી મહિલાઓ માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓને રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ કલ્યાણની વિવિધ યોજના વિષે માહિતી તેમજ મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટર, મહિલા પોલીસ અને 181 અભયમ હેલ્પલાઈન વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં 80 જેટલી મહિલાઓ સહભાગી બની હતી.

કાર્યક્રમ દરમિયાન વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના સ્ટાફ મિત્રો, ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના ડીસ્ટ્રીકટ કો-ઓર્ડીનેટર અલ્પાબેન, અસ્મિતાબેન અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી ની કચેરીના સ્ટાફગણ હાજર રહયા હતા. તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારી ની કચેરી, જામનગરની યાદીમાંં જણાવવામાં આવ્યું છે.

 

 

 

 

Related posts

Leave a Comment