જામનગરમાં મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અન્વયે પશુપાલકોને ત્રીજા ક્વાર્ટર માટે રૂ.1.27 કરોડની સહાય ચુકવવામાં આવી

હિન્દ ન્યુઝ, જામનગર 

  જામનગર જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ પશુપાલન વિભાગ દ્વારા જિલ્લાના પશુપાલકો માટે વિવિધ પ્રકારની સહાયો, માર્ગદર્શક સેમિનારો અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. રાજ્ય સરકારના માર્ગદર્શન તળે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અન્વયે પશુપાલકોને સહાય ચુકવવામાં આવે છે. રાજયની પબ્લિક ટ્રસ્ટ એકટ હેઠળ નોંધાયેલ તમામ ગૌશાળા-પાંજરાપોના માલિકો માટે ગૌશાળા-પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓના માટે નિભાવ માટે આર્થિક સહાય રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો અને પશુપાલકો આઈ-ખેડૂત ઓનલાઈન પોર્ટલ પર જઈને અરજી કરી શકે છે.

ઉલ્લ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત જામનગર જિલ્લાની કુલ 25 સંસ્થાઓને ત્રીજા ક્વાર્ટર (ઓકટોબર-23 થી ડિસેમ્બર-23) માટે 4604 જેટલા પશુઓ માટે 30 રૂ. પ્રતિ દિન લેખે તેમ કુલ 92 દિવસ માટે કુલ રૂ. 1,27,07,040 જેટલી સહાય ચૂકવવામાં આવી છે. તેમજ મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત જામનગર જિલ્લાની કુલ 24 સંસ્થાઓને ચોથા ક્વાર્ટર (જાન્યુઆરી-24 થી માર્ચ-24) માટે 4565 જેટલા પશુઓને 30 રૂ. પ્રતિ દિન લેખે તેમ કુલ 91 દિવસ માટે કુલ રૂ. 1,24,62,450 જેટલી સહાય નાયબ પશુપાલન નિયામકની કચેરી દ્વારા ચુકવવામાં આવી છે.

આ ઉપરાંત વર્ષ 2023-2024 દરમિયાન જામનગર જિલ્લાની કુલ 27 સંસ્થાઓને રૂ.4,90,39,680 જેટલી સહાય ચૂકવવામાં આવી છે. તેમ નાયબ પશુપાલન નિયામક ડો.તેજસ શુક્લ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

 

 

 

Related posts

Leave a Comment