રામભક્તિમાં ડૂબ્યું ઓડ નગર, રામજી મંદિરે મોડીરાત સુધી મનાવ્યો ઉત્સવ

હિન્દ ન્યુઝ, આણંદ 

આણંદના ઓડ નગરમાં રામજી મંદિર, ગોવર્ધન નાથજી મંદિર, રણછોડરાય મંદિર, કબીર મંદિર,રામનાથ મહાદેવ,નાના મોટા મંદિરો તેમજ ખડકી,શેરીમાં ઉત્સવ ઉજવણી કરાઇ.

સોમવારે ઓડ ભક્તજનો દ્વારા રામજી મંદિરથી પ્રભાત ફેરી ના ઘંટ નાદથી ઉત્સવનો પ્રારંભ કર્યો હતો. રામ ભક્તોએ ઘર આંગણે રંગોળી કરી પ્રભુ શ્રીરામને આવકાર્યા હતાં.

ઓડ મા સરદાર પટેલ હાઈસ્કૂલના વિદ્યાર્થી શિક્ષકો દ્વારા શોભાયાત્રા કાઢી રામ મંદિર ખાતે આવી પહોંચતા રસ્તા ઉપર નાચ-ગાન સાથે આતશબાજીની રમઝટ, દિવાળી જેવો જબરજસ્ત માહોલ સર્જાયો.

અયોધ્યાના ભવ્ય મંદિરમાં રામલલ્લાની પુન: પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવ બાદ ઓડ નગરની શેરીઓ ગલીઓથી માંડી માર્ગો ઉપર જય શ્રી રામ જયઘોષ ગુંજયો હતો. ૫૦૦ વર્ષ બાદ અયોધ્યા નગરીમાં ફરી પધારેલા ભગવાન શ્રી રામના આગમનને ભારે ઉમંગ, ઉત્સાહ અને આસ્થાભેર વધાવવા જાણે આખુ ઓડના નગરજનો રામજી મંદિર ખાતે ઉમટી પડયું હતું અને રામભક્તિમાં ડૂબી ગયું હતું.

બપોરે લાઈવ પ્રસારણોમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સાક્ષી બન્યા બાદ ઓડવાસીઓને ભક્તિનો રંગ બરાબરનો ચડયો હતો અને લોકો કાર તથા બાઈક સહિતના વાહનો લઈને રસ્તાઓ ઉપર નીકળી પડયા હતાં. રાત્રે લગભગ દસ વાગ્યા સુધી રામ ભકતો વાહનોમાં ઝંડી અને હાથમાં વિશાળ ઝંડા સાથે માર્ગો ઉપર ઉત્સવ મનાવવા નીકળી પડયા હતાં જેના કારણે રસ્તાઓ ઉપર સ્વયંભૂ રેલીઓ યોજાઈ.

ઓડ નગરમાં રેલીઓ સાથે ઠેર ઠેર લોકોએ ફટાકડા ફોડી આતશબાજી પણ કરી હતી અને મીઠાઈ વહેંચી હતી. રાત્રે 12 વાગ્યા સુધી ફટાકડા આતશબાજી ચાલુ રહેતા નગરમાં જાણે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. આ ઉપરાંત વડાપ્રધાન મોદીની અપીલ ધ્યાને લઈ મોટાભાગનાં લોકો રાત્રે પોતાના ઘરોમાં દિપ પ્રગટાવ્યા હતાં અને રામલલ્લાના આગમનના વધામણા કર્યા હતાં. શેરીઓ અને આંગણામાં રંગોળીઓ બનાવી સમુહ ભોજનના કાર્યક્રમો પણ યોજાયા હતાં.

જ્યારે નાના મોટા તમામ ધાર્મિક સ્થળો મંદિરોમાં ધાર્મિક અનુષ્ઠાનો સાથે વિશેષ પૂજા આરતી અને પ્રસાદના આયોજનો કરવામાં આવેલ હતાં અને ઠેર ઠેર રામના નામની ધૂન જોવા મળી હતી. ટૂંકમાં કહીએ તો ઓડ નગર વાસીઓએ અયોધ્યામાં રામલલ્લાના આગમનને એક મહાઉત્સવની માફક ઉજવ્યું હતું. લોકો રામમય બની ઉજવણીમાં મસ્ત બન્યા હતાં.

ઠેર ઠેર રાસ-ગરબા સહિતના ભક્તિ સભર કાર્યક્રમો યોજાયા, ઘેર ઘેર દિપ પ્રગટાવી લોકોએ કરી ઉજવણી કરાઇ.

        રામ કાજ કરિબે કો આતુર !

          હર દિન દીવાળી મનાવીએ.

આણંદ જિલ્લા બ્યુરોચીફ : ભાવેશ સોની

Related posts

Leave a Comment