કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ભાગવત કરાડના અધ્યક્ષસ્થાને ગીર સોમનાથ જિલ્લામાં યોજાઈ વિકસિત ભારત સંકલ્પ યાત્રા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગીર સોમનાથ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓને આપવામાં આવી રહ્યો છે. જેના ઉપક્રમે કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી શ્રી ભાગવત કરાડે ગીર સોમનાથનાં ધ્રામણવા અને પીપળવાના ગ્રામજનો સાથે વિવિધ યોજનાકીય બાબતો અંગે સંવાદ સાધ્યો હતો અને વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી હતી.

ગીર સોમનાથમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગ્રામ્ય વિસ્તારમાં વ્યાપક આવકાર મળી રહ્યો છે. ધ્રામણવા ઉપરાંત પીપળવા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગ્રામજનોએ હર્ષોલ્લાસપૂર્વક આવકાર આપ્યો હતો. કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ભાગવત કરાડના હસ્તે આ બન્ને ગામમાં વિવિધ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા યોજના, સોઈલ હેલ્થ કાર્ડ, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી વિવિધ ૧૭ પ્રકારની યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો.

વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન ધ્રામણવા અને પીપળવામાં આરોગ્ય કેમ્પમાં કુલ ૯૮૪ લોકોએ નિદાન કરાવ્યું હતું. જ્યારે ૪૭૫થી વધુ ટીબીના દર્દીઓએ આરોગ્યલક્ષી માર્ગદર્શન મેળવ્યું હતું. ઉજ્જવલા યોજના અંતર્ગત નવા ૮ લાભાર્થી નોંધાયા હતાં. જ્યારે આયુષ્માન કાર્ડના નવા ૨૬ લાભાર્થી નોંધાયા હતાં.

આ તકે, કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ભાગવત કરાડે વિવિધ યોજનાઓ બાબતે ગ્રામજનો સાથે ફળદાયી સંવાદ સાધ્યો હતો અને જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારમાં પણ સરકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે. જે છેવાડાના માનવીને પણ લાભ પહોંચાડવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. જ્યારે જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલેએ જણાવ્યું હતું કે, જિલ્લામાં વિવિધ યોજનાઓમાં ૧૦૦ ટકા સેચ્યુરેશનના સંકલ્પ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આગળ વધી રહી છે. વેરાવળ અને સુત્રાપાડામાં યાત્રા પૂર્ણ થઈ છે. જેમાં અનેક લોકોને વિવિધ લાભ આપવામાં આવ્યા છે.

યાત્રા દરમિયાન ગ્રામજનોએ તેમજ આગેવાનોએ વિકસિત ભારતના સંકલ્પ સાથે શપથ લીધા હતા. ગામમાં સરકારી યોજનાઓ ઉપરાંત આરોગ્ય સેવાઓનો કેમ્પ પણ યોજી આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી.

સ્વચ્છતા અભિયાન તેમજ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન અને તેનાથી થતા ફાયદા આ ઉપરાંત ડ્રોનથી યુરિયા છટકાવના લાભ અને વિવિધ લાભાર્થીઓએ ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર મળેલા સરકારી યોજનાનો લાભ અને સેવા અંગે સુખદ પ્રતિભાવ આપ્યો હતો.

આ કાર્યક્રમમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, લોકસભા સંયોજક ચંદ્રેશભાઈ હેરમા, પ્રાંત અધિકારી કે.વી.બાટી, નાયબ કલેક્ટર ભૂમિકાબહેન વાટલિયા, અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયા તથા ગામના સરપંચ, ઉપસરપંચ અને આગેવાનો સહિત ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતાં.

 

 

 

 

 

 

 

Related posts

Leave a Comment