હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ
“વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળે તેમજ સરકારની વિવિધ ફ્લેગશીપ યોજનાઓની મહત્તમ જાણકારી જન જન સુધી મળી રહે તેવા આશય સાથે ગીર સોમનાથ જિલ્લામાં ભ્રમણ કરી રહી છે. જેના ભાગરૂપે સવની ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા ” અંતર્ગત કાર્યક્રમમાં રાજીબેનને પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાનો લાભ મળ્યો હતો.
રાજીબેનને પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાનો લાભ મળતા પ્રતિભાવ આપતા જણાવ્યુ હતુ કે પહેલા અમે ચુલા પર લાકડાથી રસોઈ બનાવતા હતા જેથી લાકડા લાવવા પડતા હતા અને ધૂમાડાથી આખોને નુકસાન થતુ હતુ પણ પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાનો લાભ મળ્યો જેના કારણે રસોઈ ઝડપથી બનશે અને આરોગ્યને પણ નુકસાન નહી થાય અને સાથે સમયનો પણ બચાવ થશે. તેમણે વધુમા સરકાર દ્વારા યોજનાનો લાભ મળવાથી આભાર વ્યક્ત કર્યો હતો.