જસદણના આટકોટ ખાતે આવેલ કે.ડી પરવાડીયા મલ્ટીસ્પેસ્યાલીટી હોસ્પિટલ ખાતે 7 તારીખે ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ CR પાટીલાના વરદ હસ્તે હૃદય રોગ વિભાગ તેમજ ઓપરેશન થિયેટર નું લોકાર્પણ કરશે

હિન્દ ન્યુઝ, આટકોટ

            જસદણ નજીક આવેલ આટકોટ ખાતે એક અધતન કે.ડી પરવાડીયા મલ્ટીસ્પેસ્યાલીટી હોસ્પિટલ નુ એક વર્ષ પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના વરદ હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેનુ એક વર્ષ પુર્ણ થતા હૃદય રોગ માની આધુનિક સારવાર જેમાં એન્જોગ્રાફિક એન્જોપાલસ્ટ અને બાયપાસ સર્જરી જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે હૃદય રોગ વિભાગ તેમજ ઓપરેશન થિયેટર નું લોકાર્પણ આવતી 7 તારીખે સાંજે 6 કલાકે ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ના વરદ હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાશે તેમજ રાત્રે લોક ડાયરો પણ યોજાશે કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પરષોતમ રૂપાલા સહિતના રાજ્યના તમામ મંત્રીઓ તેમજ ધારાસભ્યો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

હોસ્પિટલના લોકાર્પણ સમયે નરેન્દ્ર મોદીની હાજરીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેવી જ રીતે આ વખતે પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. તારીખ 7 ના રોજ આ હોસ્પિટલ મા તમામ હૃદયને લાગતા તમામ પ્રકાર ના ઓપરેશન કરવામા આવે છે જેના ભાગ રૂપે આ કે.ડી પરવાડીયા મલ્ટીસ્પેસ્યાલીટી હોસ્પિટલ ના મેનેજિંગ ટ્રસ્ટી ડો.ભરતભાઇ બોઘરા એ આવતી 7 તારીખે કાર્યક્રમ મા ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યુ છે. કાર્યક્રમ ની હાલ પુરજોશમાં તડામાર તૈયારી ચાલી રહી છે.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment