ગીર સોમનાથ કલેકટર એચ .કે વઢવાણિયાએ ડારી ટોલનાકા પાસે આવેલ નિરાધારનો આધાર આશ્રમની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

      ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ડારી ડોલ નાકા. પાસે નિરાધારનો આધાર કે જે છેલ્લા ઘણા વર્ષોથી ૭૦ આસપાસ પ્રભુજીને સવારે નાસ્તાબે ટાઈમ જમવા રહેવાની વ્યવસ્થા કરતી સંસ્થા છે. જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણીયા નિરાધારનો આધાર આશ્રમની મુલાકાત લીધી હતી.

જેમા કલેક્ટર દ્વારા નિરાધાર નો આધાર માનવસેવા આશ્રમની મુલાકાત લેવામા આવી તેમજ અન્નબ્રહ્મ યોજના અંતર્ગત સંસ્થાને ઘઉં અને ચોખાની કીટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ પ્રભુજી સાથે વાર્તાલાપ કર્યો હતો અને કલેકટરએ આશ્રમના સેવાકાર્યની પ્રસંશા કરી હતી

આ તકે પ્રાંત અધિકારી વેરાવળ કે.વી. બાટી, જિલ્લા પુરવઠા અધિકારી રાહુલ ગમારાનાયબ કલેકટર ભૂમિકા વાટલિયા, મામલતદાર વેરાવળ ગ્રામ્ય આરઝુ ગજ્જર, જિલ્લા પુરવઠા નિરીક્ષક અને નાયબ મામલતદાર જામસિંહ પરમાર  અને નાયબ મામલતદાર પુરવઠા વેરાવળ ગ્રામ્ય દિવ્યેશ નૈયા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Related posts

Leave a Comment