ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે સરકારી માધ્યમિક શાળા ભરણ ખાતે નવા શાળા મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, અંકલેશ્વર

       અંકલેશ્વર તાલુકાના ભરણ ગામની સરકારી માધ્યમિક શાળા મકાનનો લોકાર્પણ કાર્યક્રમ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે યોજાયો હતો. ગુજરાત ગાર્ડિયન કંપની સીએસઆર ફંડ સૌજન્યથી શાળામાં પાંચ ઓરડા, સેનિટેશનની સુવિધા સહિતનું મકાન બાંધકામ તૈયાર કરી આપવામાં આવ્યું છે . આ વેળાએ, પ્રાસંગિત ઉદબોધન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે શાળાના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ અને આધુનિક સુવિધાયુક્ત શિક્ષણ મળી રહે તે માટેના પ્રયત્નો કરવામાંઆવશે. તેમજશાળા વધુ પ્રગતિ કરે તે માટેની શુભકામના આપી હતી. આ ઉપરાંત, ગુજરાત ગાર્ડીયન લીમીટેડ સીએસઆરના મુખ્ય ટ્રસ્ટીએ શાળાની મુલાકાત લીધી અને વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશ આપ્યો.
વૃક્ષારોપણ કર્યું અને વિદ્યાર્થીઓ ભવિષ્યના ડોક્ટર એન્જિનિયર બને તે પણ શુભેચ્છા આપી અને સમગ્ર ટીમે શાળા વધુ પ્રગતિ કરે તેવી શુભકામના આપી હતી. ગુજરાત ગાર્ડિયન કંપનીને શાળા માટે મકાન ની સુવિધા પુરી પાડવા બદલ શાળા પરિવાર અને ગ્રામ પંચાયત દ્વારા તેમને સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે, શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પેશભાઈ વસાવા તથા નિત્યેન્દ્રસિંહ દેવધરા, રોનિશાબેન ,રવિનાબેન તથા જિલ્લા શિક્ષણ અધિકારી કિશનભાઇ વસાવા, તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી મયુરીબેન તેમજ કચેરી ના એ. ઈ. આઈ જિગનેશભાઈ,સરપંચ ડેપ્યુટી સરપંચ, ગુજરાત ગાર્ડિયનના કંપનીના મેનેજર તેમની ટીમ અને સીએસઆર હેડ યતીન છાયા અને શાળાના આચાર્ય હેતલ નકુમ, વાલીગણ, શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment