આગામી તારીખ 16 થી 18 ડિસેમ્બર એસ.વી.યુ.એમ 2022 આંતરરાષ્ટ્રીય બિઝનેસ સમિટ, બાયર સેલર મીટ અને ફેક્ટરી વિઝિટ નો કાર્યક્રમ થશે

હિન્દ ન્યુઝ, રાજકોટ 

આગામી 16/17/18 ડિસેમ્બર 2022 ના રોજ રાજકોટ ખાતે આંતર રાષ્ટ્રીય બિઝનેસ સમિટ, બાયર સેલર મીટ અને ફોરેન ડેલિગેશન નો ફેકટરી વિઝિટ નો કાર્યક્રમ યોજાશે .

આ સમિટ માં એસવીયુએમ ના લગભગ 50 જેટલા પેટ્રોન – એક્ઝિબિટર્સ તથા અલગ અલગ 10 જેટલા દેશો માંથી આવેલ 50 જેટલા ડેલિગેટ્સ ભાગ લેશે. નિકાશ વેપાર વૃધ્ધિ ની તકો ને ધ્યાન માં રાખીને આ આયોજન કરવામાં આવેલ છે. સંસ્થા દ્વારા યોજાતા આંતરરાષ્ટ્રીય સમિટ માં આવતા વિદેશી ડેલિગેટ્સ ને 5 દિવસ ની હોટેલ, જમવા, લોકલ વાહનવ્યવહાર ની સગવડતા આપવામાં આવે છે.

આગામી સમિટ માં મુખ્ય મહેમાન તરીકે ઝિમ્બાબ્વે સરકાર ના માઇનિંગ અને માઇનિંગ ડેવલપમેન્ટ ખાતા ના ડેપ્યુટી મિનિસ્ટર ઓનરેબલ ડો.પોલાઈટ કંમ્બામુરા ખાસ ઉપસ્થિત રહેશે. ડો. પોલાઈટ નો રાજકોટ આવવા પાછળ નો મુખ્ય હેતુ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ સાથે ઝિમ્બાબ્વેના ઔદ્યોગિક અને એગ્રિકલચરલ ડેવેલપમેન્ટ માટે સહયોગ નો રહેશે. આ સહયોગ ને કારણે સૌરાષ્ટ્ર કચ્છ ની અનેક કંપનીઓને ઝિમ્બાબ્વેના વિકાસ માં સહભાગી થઇ ને પોતાના વ્યવસાયને આગળ વધારવાની અને નિકાસકારોને નિકાસ વૃદ્ધિની તકો મળશે

આપ સૌ ને ખ્યાલ છે જ કે છેલ્લા 7 વર્ષ માં 1000 જેટલા વિદેશી મહેમાનો રાજકોટ આવી ચુક્યા છે. આ મહેમાનો જેમાં વિદેશ ના મિનિસ્ટર્સ અને હાઈ કમિશ્નર/એમ્બેસેડર નો સમાવેશ થાય છે. સંસ્થા દ્વારા રાજકોટ ઉપરાંત ગોંડલ, મોરબી, જામનગર, જેતપુર, સુરેન્દ્રનગર, ગાંધીધામ, ભાવનગર, જસદણ, આટકોટ, બાબરા, વાકાનેર, થાનગઢ, સહીત ની લગભગ 300 જેટલી ફેક્ટરીઓની મુલાકાત કરાવેલ છે. હવે આ આંકડાઓનો ગુણાકાર કરવાનો સમય આવી ગયો છે. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ – સુરત, એક્ઝિમ ક્લબ – વડોદરા, જીઆઇડીસી લોધીકા એસોસિએશન, ફેડરેશન ઓફ એસસીએસટી એન્ટરપ્રીનોર્સ, બિઝનેસ ડેવલોપમેન્ટ એન્ડ પ્રોમોશન કાઉન્સિલ, પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બર નો સમાવેશ થાય છે. હજુ વધુ સંગઠનો ને જોડવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ.

આ આંતરરાષ્ટ્રીય સમિટ દ્વારા આયુર્વેદ અને પ્રાકૃતિક સારવાર, એગ્રિકલચર, એગ્રો અને ફૂડ પ્રોડક્ટ્સ તથા મશીનરી, ગાર્મેન્ટ્સ અને ટેક્સટાઇલ્સ, હેલ્થ કેર અને બ્યુટી કેર, સીરામીક અને સેનેટરીવેર, ઓટો પાર્ટ્સ અને એન્જીનીયરીંગ, ફાર્મિંગ અને એગ્રિકલચર ઇકઇપમેન્ટ્સ, વોટર અને ઇરીગેશન સિસ્ટમ, મેડિકલ ટુરિઝમ, બિલ્ડીંગ મટીરીયલ અને હાર્ડવેર, બાથ ફીટીંગ્સ અને સેનેટરી ફીટીંગ્સ, સોલાર અને રિન્યુએબલ એનેર્જી, માઇનિંગ એન્ડ બોરિંગ , ઇમિટેશન જ્વેલરી, હૉઉસ હોલ્ડ અને કિચનવેર, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, એજ્યુકેશન સહીત ના સૌરાષ્ટ્ર કચ્છ ના લગભગ તમામ ઉદ્યોગો ને લાભ મળી શકે છે.

એસ.વી.યુ.એમ. સૌરાષ્ટ્ર કચ્છ ની એક માત્ર એવી સંસ્થા છે જે અભ્યાસપૂર્ણ રજૂઆતો અને કાર્યો કરે છે, ભવિષ્યની ચિંતા સાથે આયોજન પણ વિચારે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની આગવી ઓળખ અને નેટવર્ક પ્રસ્થાપિત કરી ચૂક્યું છે. વર્ષ 2008 થી 2013 દરમ્યાન અમે કરેલ રજૂઆતો ના ફળ સ્વરૂપે ટેક્સટાઇલ પોલિસી બની, મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ ને સ્થાને એઇમ્સ મળી, વોટરગ્રીડ યોજના ને બદલે સૌની યોજના મળી, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળ્યું જેની અભ્યાસપૂર્ણ રજૂઆતો આંકડાઓ સાથે અમે વર્ષ 2002 થી કરતા આવ્યા હતા. નારિયેળીના વાવેતર ની યોજના પણ મંજુર કરાવી, ઇલેક્ટ્રોનિક પાર્ક મંજુર કરાવેલ જે પ્રાંતિજ ખસેડાયો, આઇટી પાર્ક માટે પણ રજૂઆતો કરેલ અને તે માટે એક વિશાલ મેગા આઇટી શો નું 2012 માં આયોજન કરેલ અને તેમાં નાસકોમ જેવી રાષ્ટ્રીય સંસ્થા ને રાજકોટ લાવી શકેલ આવા અનેક મુદ્દાઓ માં અમે સફળતા પ્રાપ્ત કરી છે.

આ મિશન ને સફળ બનાવવા સંસ્થાના સ્થાપક ટ્રસ્ટીઓ પરાગ તેજૂરા, પદુભાઇ રાયચુરા -પોરબંદર, સુરેશ તન્ના- જામનગર, ભુપતભાઇ છાટબાર- રાજકોટ, મહેશ નગદિયા – અમરેલી, ધર્મેન્દ્ર સંઘવી – સુરેન્દ્રનગર તથા પ્રભુદાશભાઈ તન્ના – રાજકોટ ની આગેવાની હેઠળ ની કમિટી સક્રિય ભૂમિકા ભજવી રહેલ છે આ કમિટીમાં દિગંત સોમપુરા, કેતન વેકરીયા, ઈલિયાસ શેખ, ભાવેશ ઠાકર, મયુર ખોખર, દેવેન પડિયા, દિનેશભાઇ વસાણી, નિશ્ચલ સંઘવી, જીતુભાઇ વડગામાં, મિલન ખીરા, હુસેનભાઇ સેરશિયા, કમલેશભાઈ ભુવા, જસ્મિનભાઈ ગોસ્વામી, મિતુલ પટેલ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

 

Related posts

Leave a Comment