મતદાનના દિવસે વાહનોના ઉપયોગ પર નિયંત્રણ રાખવા અંગે જાહેરનામુ બહાર પડાયુ

હિન્દ ન્યુઝ, ભુજ

ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ યોજવાનું જાહેર કરેલ છે. તે મુજબ ભાવનગર જિલ્લામાં તા.૦૧/૧ર/૨૦૨૨નાં રોજ મતદાન થનાર છે. જેનાં અનુસંધાને મતદાનના દિવસે વાહનોના ઉપયોગ ઉપર દેખરેખ રાખવા અને મતદારો માટે વાહનોનો દુરૂપયોગ કરી મતદારોને અયોગ્ય રીત રીઝવી ન શકાય તે હેતુથી અને જો આમ કરવામાં ન આવે તો તેમનાં પ્રતિસ્પર્ધી ઉમેદવારો તથા જનસામાન્ય તરફથી સાચી ખોટી ફરીયાદો ઉપસ્થિત થવા અને એકબીજા જુથો વચ્ચે મનદુ:ખ અને ઘર્ષણ ઉભુ થવાની સંભાવના તેમજ સુલેહશાંતીનો ભંગ થવા સંભવ રહે છે. જે અટકાવવા તેમજ ઉક્ત ચૂંટણી દરમ્યાન મતદાનના દિવસે વાહનોના દુરૂપયોગ પર નિયંત્રણ કરવા હેતુ સારુ સાવચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતા આથી જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની (૧૯૭૪નો બીજો અધિનિયમ)ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સતાની રૂઈએ આથી ફરમાવેલ છે કે, કોઈપણ રાજકીય પક્ષો કે બિનરાજકીય પક્ષો તેમનાં ઉમેદવારો અગર અપક્ષ ઉમેદવારો કે તેઓના ચૂંટણી એજન્ટ દ્વારા અથવા તેઓની સહમતિથી બીજા કોઈ વ્યક્તિ દ્ઘારા મતદાનના દિવસે, મતદારોને મતદાન મથક સુધી લાવવા અને મતદાન મથકથી લઈ જવાની મફત સગવડ માટે વાહનો ભાડે રાખવા કે મેળવવા અથવા એ રીતે વાહનોનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. વિધાનસભાની ચૂંટણી બાબતમાં ચૂંટણી લડતા દરેક ઉમેદવાર મતદાનના દિવસે આ વાહનનો ઉપયોગ કરી શકશે. પોતાના ઉપયોગ માટે સમગ્ર મતદાર વિભાગ પૂરતું એક વાહન. આ ઉપરાંત યથાપ્રસંગ ચૂંટણી એજન્ટ અથવા કાર્યકરો અથવા તેના પક્ષના કાર્યકરોના ઉપયોગ માટે વિધાનસભા મતદાર દીઠ એક વાહન વાપરવા હક્કદાર રહેશે. આ વાહનો ર-૩ અને ૪ વ્હીલવાળા રહેશે. જેમાં ડ્રાઈવર સહિત ૫(પાંચ) વ્યક્તિથી વધુ સંખ્યામાં માણસો બેસાડી શકાશે નહીં. ઉક્ત ઉપયોગમાં લેવાનાર વાહન વિધાનસભા ઉમેદવારે તેના ચૂંટણી અધિકારી પાસે નોંધણી કરાવવાનું રહેશે અને નોંધણી કરાવેલ વાહનની પરમીટ તેઓ પાસેથી મેળવી તે અસલ પરમીટ વાહનની ઉપર સહેલાઈથી દેખાઈ આવે તે રીતે વીન્ડસ્ક્રીન પર ચોટાડવાની રહેશે. મતદાનના દિવસે જો ઉમેદવાર મતદાર વિભાગ વિસ્તારમાં હાજર નહીં રહે તો, ઉમેદવારના પોતાના ઉપયોગ માટે મંજૂરી માટે અપાયેલ વાહન અન્ય કોઈ વ્યક્તિઓ દ્ઘારા વાપરી શકાશે નહીં. આ જાહેરનામાનો ઉલ્લંધન કરનાર અથવા ઉલ્લંધન માટે મદદ કરનાર શખ્સ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે. આ જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા તથા ફોજદારી કામ માંડવા માટે હેડકોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના દરજ્જાનાં અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામાનો અમલ તા.૦૧/૧ર ૨૦૨૨ના દિવસે કરવાનો રહેશે. આ જાહેરનામું ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે.

Related posts

Leave a Comment