મતદાનના દિવસે મતદાન મથકની ૧૦૦ મિટરની ત્રિજ્યામાં અનઅધિકૃત વ્યક્તિએ પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ બહાર પાડતા જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભુજ

ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. જે મુજબ તા.૦૧/૧ર/૨૦૨૨ના રોજ મતદાનની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જે સંદર્ભે મુક્ત અને ન્યાયી રીતે ચૂંટણી યોજાય તે માટે મતદાનના દિવસે સુલેહ, શાંતી તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નીચે મુજબના પ્રતિબંધો મુકવા જરૂરી જણાય છે. આથી જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો બીજો અધિનિયમ)ની કલમ- ૧૪૪થી મને મળેલ સત્તાની રૂઈએ ફરમાવેલ છે કે, મતદાન મથકના ૧૦૦ મીટર વિસ્તારમાં કોઈપણ અનઅધિકૃત વ્યક્તિએ પ્રવેશવુ નહીં, પ્રચાર કરવો નહીં, રાજકીય પક્ષોના પ્રતિકો કે ઉમેદવારોના પ્રતિકો લાવવા નહીં કે કોઈ નિશાનીઓ રાખવી નહીં. એક ઉમેદવારના એકથી વધારે મતદાન મથક એજન્ટને ૧૦૦ મીટર વિસ્તારમાં હાજર રહેવું નહીં. રાવટી, તંબુ, ટેબલ, મંડપ મુકવા નહીં. કોઈપણ પક્ષના ચિન્હવાળી સ્લીપો વહેંચવી નહીં/લાવવી નહીં. પક્ષ કે ઉમેદવારના પ્રતિકવાળી સ્લીપ કે વસ્તુઓ લાવવી નહીં કે કોઈ સંજ્ઞા કરવી નહીં. પક્ષ કે ઉમેદવાર દ્વારા વાહનોની અંદર મતદારોને મતદાન મથકે લાવવા અને લઈ જવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે. સદર જાહેરનામું કાયદો અને વ્યવસ્થાનો ચાર્જ સંભાળતા અધિકારીઓ, સુરક્ષા કર્મચારીઓ, ચૂંટણી પંચે નિમેલા નિરીક્ષકો, મતદાન અધિકારીઓને લાગુ પડશે નહીં. સદર જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે. આ જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા તથા ફોજદારી કામ માંડવા માટે હેડકોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના દરજ્જાનાં અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામું ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામું તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.

Related posts

Leave a Comment