હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત લાભાર્થી શ્રી નિકુલસિંહ ગોહિલે જણાવ્યું હતું કે વાજપેયી બેન્કેબલ યોજના થકી તેઓ ટેક્સી ખરીદીને રોજગારી મેળવશે આમ તેમને આ યોજના થકી રોજગારીની ચાવી સરકાર દ્વારા આજરોજ આપવામાં આવી હતી તેવી અનુભૂતિ થઈ રહી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત લાભાર્થી નિકુલસિંહ ગોહિલ જણાવે છે કે તેઓ ધોધા તાલુકાના અવાણીયા ગામના વતની છે તેમને ડ્રાઇવિંગ આવડતું હતું પરંતુ બીજાની ગાડી ચલાવી પડતી હતી જેના લીધે મુશ્કેલી પડતી હતી અને રોજગારી માટે બીજા પર નિર્ભર રહેવું પડતું હતું પરંતુ વાજપેયી બેન્કેબલ યોજના અંતર્ગત તેઓ લોન લઈ હવે પોતાની ટેક્સી ખરીદી શકશે અને પોતાની જાતે રોજગારી મેળવી શકશે. આમ, તેમને ગરીબ કલ્યાણ મેળા થકી વાંચવે બેન્કેબલ યોજના અંતર્ગત લાભ મળ્યો અને તેમને રોજગારીની ચાવી શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા એનાયત કરવામાં આવી હોઈ એમ દિવાળી નાં તહેવાર પહેલા ઘરમાં નવી ગાડી આવવાનો આનંદ દેખાઈ રહ્યો હતો આમ, તેઓએ સરકારનો ખુબ ખુબ આભાર માન્યો હતો.