સરસ્વતી સાધન સહાય યોજનાથી સાઇકલ મળતા સ્કૂલે જવામાં થતી અગવડતા થશે દૂર : રિંકલ બેન ડંભાળીયા

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ધો. ૯ માં અભ્યાસ કરતી વીધીઆ વિદ્યાર્થિની રીંકલબેન ડંભાળીયાને સરસ્વતી સાધન યોજના અંતર્ગત સાયકલ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે વિતરણ કરવામાં આવી હતી ત્યારે રીંકલબેનનાં ચહેરા પર નવી સાયકલ મળવાની ખુશ દેખાઈ રહી હતી. ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત રીંકલબેન ડંભાળીયાએ જણાવ્યું હતું કે માજીરાજ ગર્લ્સ સરકારી હાઈસ્કૂલમાં ધો. ૯ માં અભ્યાસ કરું છું. તેમજ આવતા વર્ષે ધો. ૧૦ માં આવીશ ત્યારે શાળાએ જવા તથા ઘેર આવવા માટે ખૂબ જ મુશ્કેલી પડતી હતી. આમ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની યોજના થકી સરસ્વતી સાધન સહાય યોજના અંતર્ગત સાયકલ મળતા રીંકલબેન ની અગવડતા દૂર થશે અને સાયકલ મેળવવા માટેની ખુશી મ

આ ઉપરાંત ધો. ૯ માં અભ્યાસ કરતી બહેનોને ગરીબ કલ્યાણ મેળામાં સાયકલ વિતરણ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે વિદ્યાર્થીઓના ચહેરા ઉપર સ્મિત સાથે આનંદ છવાયો હતો.

Related posts

Leave a Comment