ભાવનગરની યશ કલગીમાં વધુ એક મોરપીંચ્છ ઉમેરાયું

નેશનલ ગેમ્સની જાન….ભાવેણાની શાન…

હિન્દ ન્યુઝ, ભાવનગર

ડ           ભાવનગરની યશ કલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું છે. નેશનલ ગેમ્સની જાન અને ભાવેણાની શાન એવી ભાવેણાની દીકરી જાનવી મહેતાએ ૩૬ મી નેશનલ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને તેમના પરિવાર જ નહીં પરંતુ ભાવનગર જિલ્લા સાથે સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જાનવી મહેતા દેશ વિદેશજાયેલી વિદ તેણે ગુજરાતને બ્રોન્ઝ મેડલ આપવી અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં રહેતી એક સામાન્ય પરિવારની દીકરી એવી કુ.જાનવી મહેતા કે જેણે પોતાની નાની ઉમરમાં અનેક મોટી સિદ્ધિઓ હાંસિલ કરીને પોતાના પરિવાર-શહેર-રાઅને દેજ્ય શને ગૌરવ અપાવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા નેશનલ ગેમ્સમાં યોગનો સમાવેશ થયાં બાદ પ્રથમવાર રમાયેલી નેશનલ થયાં બા ગેમ્સમાં ભાવનગરની જાનવી મહેતાએ યોગ સ્પર્ધામાં આર્ટીસ્ટીક પેરપ્રમાં યોવિધ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ સહિતના મેડલ પ્રાપ્ત ર્યાં છે. કનેશનલ ગેમ્સમાં થમવાર યોગનો સમાવેશમાં ભાગ લઈ અને ગુજરાતનું પ્રનિતિધિત્વ કર્યું હતું અને જેમાં તેને દેશભાર માંથી આવેલા યોગ ખેલાડીઓને ટક્કર આપી નેઅ અનેક મુશ્કેલીઓનો સામનો કરી શ્રેષ્ઠ પ્રદર્શન કરી અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી અને ભાવનગરની યશ કલગીમાં વધુ એક મેલરૂપી મોરપિચ્છનો ઉમેરો કર્યો છે. બોન્ઝ મેડલ મળ્યાં બાદ જાનવી મહેતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમની સાથે સુરતની ઇપ્સા ખલાસી પણ હતી. સ્પર્ધા દરમિયાન તેમના કોચ તરફથી સતત ને સતત માર્ગદશન મળતું રહેતું હતું. જેના કારણે જે નાની મોટી ભૂલો થતી હતી તેમાં સુધારો કરી અને તેઓ બ્રોન્ઝ મેડલ મેળવામાં સફળ રહ્યાં હતાં. આ તકે તેણે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી તેમજ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ તેણીનીની સ્પર્ધા દરમિયાન હાજરી આપી તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો તેનો આભાર પ્રગટ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, જાનવી મહેતાએ અત્યાર સુધીમાં અંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારત દેશનું પ્રતિનિધિત્વ કરી અને આઠ વખત ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે. જે મુકામ સુધી પહોચાડવા બદલ તેમના યોગ ગુરુ આર.જે જાડેજાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. તેને વિશેષમાં જણાવ્યું હતું કે, યોગને લઈને સરકાર દ્વારા ખુબ સારી સવલતોઆ પવામાં આવી રહી છે. જેના કારણે તેમનું પરફોર્મન્સ પહેલાંકરતાં વધુ સારું થયું છે. સામાન્ય પરિવારમાં ઉછરીને મોટી થયેલી જાનવી કે જેને પોતાની મહેન ત અને યોગની નિપૂણતાને કારણે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે . એટલે કે, સામાન્ય પરિવારની આ દીકરીની અસામાન્ય સિદ્ધિઓ પર નજર નાખીએ તો ગોહિલવાડની આ દીકરીએ અત્યાર સુધી ૮-ગોલ્ડ મેડલ સહિત સિલ્વર, બોન્ઝ મેડલઅને અનેક ટ્રોફીઓ મેળવેલ છે. તેમજ જાનવી મિસ ગુજરાત ૨૦૧૩-૧૪ પણ રહી ચૂકી છે. તે મિસ યોગીની ઓફ ઇન્ડિયા બની ચૂકી છે. સમગ્ર ગુજરાતની સ્કૂલોમાનો અભિમન્યુ એવોર્ડ-૨૦૧૪ પણ તેણે પ્રાપ્ત કર્યો છે. જ્યારે રાજ્યનો સન્માનનીય એટલે કે જયદીપસિંહજી એવોર્ડ ૨૦૧૪-૧૫ પણ તેમની યશગાથા રૂપે અર્પણ કરી તેમને સન્માનિત કરમાં આવી છે. આ ઉપરાંત કોવિડના સમયગાળામાં તેને યોગ દ્વારા કંઈ રીતે કોરોના સામે લડી શકાય તે માટે સોશ્યલ મીડિયાના માધ્યમથી ઝૂંબેશ ચલાવી હતી અને અનેક લોકોને કોરોના સામે વાલડત આપવા તૈયાર કર્યાં હતાં. તેણીનીએ આમ યોગ ક્ષેત્રે અનેકવિધ સિદ્ધિઓ હાંસલ કરી અને સમગ્ર યોગ ક્ષેત્રે ભારતનો ડંકો દુનિયામાં વગાડ્યો છે.

Related posts

Leave a Comment