હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગરમાં નવા ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટ બિલ્ડીંગનું આજરોજ તા. ૭ ઓક્ટોબરના રોજ ભારત સરકારના લો એન્ડ જસ્ટીસ મંત્રી કીરેન રિજીજુ ના હસ્તે ભૂમિપૂજન નો કાર્યક્રમ બપોરે ૧૨.૩૦ વાગ્યે યોજાશે.
કોર્ટના નવા બિલ્ડીંગનું ભૂમિ પૂજન ન્યુ ડીસ્ટ્રીક એન્ડ સેશન કોર્ટ, જ્ઞાનમંજરી એન્જિનિયરિંગ કોલેજની બાજુમાં, સીદસર રોડ ખાતે કરવામાં આવશે
આ કાર્યક્રમ માં કાયદો અને ન્યાયતંત્ર મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી આ અવસરે ઉપસ્થિત રહેશે
આ ઉપરાંત ભાવનગરના પ્રિન્સિપલ ડીસ્ટ્રીક એન્ડ સેશન જજ એલ. એસ. પીરઝાદા, ક્રિમિનલ બાર એસોસિએશન ભાવનગરના પ્રેસિડેન્ટ ડી.એમ. ડાભી, ભાવનગર બાર એસોસિએશનના પ્રેસિડન્ટ એસ. એચ. ત્રિવેદી, ભાવનગર એમ. એ. સી. ટી. બાર એસોસિએશન પ્રેસિડેન્ટ એમ. ડી. ત્રિવેદી ઉપસ્થિત રહેશે.