શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘણીએ સીદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની મુલાકાત લઈને વિજેતા ટીમના ખેલાડીઓને વિજેતા ટ્રોફી આપીને સન્માનિત કર્યા

 હિન્દ ન્યુઝ, ભાવનગર 

 શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘણીએ આજે બાસ્કેટબોલની વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલી ટીમોને ટ્રોફી આપીને સન્માનિત કરી હતી.

 મંત્રી આજરોજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની મુલાકાત લીધી હતી અને ત્યાં રમાઈ રહેલી ૩૬ મી નેશનલ ગેમ્સ અંતર્ગતની બાસ્કેટબોલ 5×5 ની ફાઇનલ મેચ નિહાળીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યાં હતાં. 

 મંત્રી એ મેન્સ તથા વિમેન્સ ટીમમાં વિજેતા ખેલાડીઓને મેડલ આપીને સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત મંત્રી જીતુભાઈ એ વિજેતા ટીમ સાથે સંવાદ કરીને તેમણે બિરદાવ્યા પણ હતા.       

 તેમની આ મુલાકાતમાં સાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળ, ધારાસભ્ય સુ વિભાવરીબેન દવે, ડેપ્યુટી મેયર કૃણાલ કુમાર શાહ, સ્ટેન્ડીગ કમિટિ ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા, મહાનગરપાલિકા કમિશ્નર એન.વી.ઉપાધ્યાય, બાસ્કેટબોલ એસોસિએશનનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment