હિન્દ ન્યુઝ, ભાવનગર
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદનાં આદેશાનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભાવનગર દ્વારા ભાવનગર ખાતે કાર્યરત તમામ અપીલ અદાલતો તથા સીનીયર તથા જુનીયર દિવાની અદાલતોમાં તથા તાલુકા ખાતે કાર્યરત વિવિધ અદાલતોમાં તા.૧૨/૧૧/૨૦૨૨ નાં રોજ “ રાષ્ટ્રીય લોક અદાલત ” યોજાનાર છે.
ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ દ્વારા ઈ–મેમોના કેસો પણ પ્રિ-લીટીગેશનથી નિકાલ થઈ શકે તેમ છે અને જે તે પક્ષકારોની સામે કોર્ટમાં કેસ દાખલ કર્યા વિના પણ તા.૧૨/૧૧/૨૦૨૨ની રાષ્ટ્રીય લોક અદાલત યોજાય તે પહેલા પ્રિ-લીટીગેશનથી નિકાલ થઈ શકે તેમ છે.
આ લોક અદાલતમાં સમાધાન પાત્ર તમામ દિવાની તથા ફોજદારી કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવશે. આ લોક અદાલતમાં પી.જી. વી. સી. એલ., નેગોશીએબલ એકટ ( ચેક રીટર્ન ), બેન્કને લગતા કેસો, મોટર અકસ્માત વળતરનાં કેસો, લગ્ન વિષયક કેસો, રેવન્યુ કેસો, જમીન સંપાદનના વળતરના કેસો તેમજ લેબર કોર્ટના કેસો વિગેરે સમાધાન માટે રાખવામાં આવનાર છે.
તેથી ભાવનગર શહેરની જાહેર જનતાને આ જાહેર નોટીસથી જાણ કરવાની કે ભાવનગર ટ્રાફિક પોલીસ દવારા જે ઈ-મેમો આપવામાં આવે છે, તેમાં નિયમ મુજબ માંડવાળ કરીને દંડ ભરપાઈ કરી આપવા માટે જાણ કરવામાં આવે છે કે જેથી કોર્ટમાં કેસો દાખલ થયા વિના આવા ઈ-મેમોના કેસોનો નિકાલ થઈ શકે. વધુમાં જે વ્યકિતઓ સાયબર ક્રાઇમના ગુન્હામાં ભોગ બનેલ છે અને તેમણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુન્હાની વિગત દર્શાવતી અરજીઓ કરેલ છે અને તે અરજીઓ લગતે પોલીસની કાર્યવાહીથી તેમની રકમ ફ્રીઝ થયેલ છે તે રકમ પરત મેળવવાની અરજીઓ તા.૧૨/૧૧/૨૦૨૨ની લોક અદાલત પહેલા વહેલામાં વહેલી તકે જે તે હકુમતની કોર્ટમાં દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે, તેથી આવી રકમ ડીફ્રીઝ કરવાની મુદામાલ અરજીઓ જે તે કોર્ટમાં જલ્દી દાખલ કરવાની પણ તમામ લાગતા વળગતા પક્ષકારોને જાણ કરવામાં આવે છે.
પક્ષકારોએ નેશનલ લોક અદાલત દ્વારા વિવાદોનું ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરી શકે માટે આ અંગેની વધુ જાણકારી મેળવવી હોય તો જે તે અદાલતનો અથવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, જિલ્લા ન્યાયાલય, ભાવનગરનો તથા તાલુકા કાનૂની સેવા સત્તા સમિતિનો સંપર્ક કરવાનો રહેશે તેમ
ફુલ ટાઇમ સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભાવનગર
એસ.એન.ઘાસુરાની યાદીમાં જણાવાયું છે.