હિન્દ ન્યુઝ, રાધનપુર
રાધનપુર નગરપાલિકા કચેરી ખાતે રાધનપુર ના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા 15 મી ઓગસ્ટ ની ઉજવણી ના ભાગ રૂપે 75 માં સ્વતંત્ર દિવસની ઉજવણી ના ભાગરૂપે રાષ્ટ્રીય ધ્વજ તિરંગા ને સલામી આપી ઉજવણી કરી હતી. રાધનપુર ગાયત્રી મંદિર થી યાત્રા કાઢી નગરપાલિકા કચેરી ખાતે પહોંચી હતી જેમાં રાધનપુર વિધાનસભા ના કોંગ્રેસના કાર્યકર્તાઓ અને રાધનપુર વિધાનસભા ના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ જોડાયા હતા. નગરપાલિકા કચેરી ખાતે પહોંચી રાષ્ટ્રીય ધ્વજ ને સલામી આપી હતી રાધનપુર નગરપાલિકા ના પ્રમુખ મહેશભાઈ અદા, ઉપ પ્રમુખ કાનજીભાઈ પરમાર, કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ બાબુભાઈ આહીર વૌવા હમીરજી ઠાકોર, ડો વિસનુ દાન ઝુલા, જયાબેન સોની સહિત ના કોંગ્રેસના કાર્યકર્તાઓ અને બ્રહ્માકુમારી ઇશ્વરીય સંસ્થાની બહેનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રાધનપુર વિસ્તાર ના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ 15 મી ઓગસ્ટના આજરોજ રાધનપુર ની જનતા ને રાધનપુર હાઇવે થી ઠાકોર વાસ મંડળી ચોક સુધી નવીન રોડ બનાવી આપવાની ખાતરી આપી હતી.
રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર