નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં જિજ્ઞાસા આંતરરાષ્ટ્રીય પ્રશ્નોતરી સ્પર્ધા સંદર્ભે વર્કશોપ યોજાયો

હિન્દ ન્યુઝ, સાણંદ

સાણંદ, કાણેટી રોડ પર આવેલ નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મિનીસ્ટ્રી ઓફ પેટ્રોલીયમ એન્ડ નેચરલ ગેસ, મિનીસ્ટ્રી ઓફ કલ્ચર ના સહયોગથી ઇન્ડિયન ઓઈલ દ્વારા જિજ્ઞાસા ક્વિઝ સ્પર્ધા વિશે માહિતી આપવામાં આવી હતી. ઇન્ડિયન ઓઈલના સુશીલકુમાર, ચીફ મેનેજર અને બીપીનભાઈ ભારતી, ચીફ મેનેજરે વિદ્યાર્થીઓને વિજ્ઞાન, જનરલનોલેજ, પર્યાવરણ,વગેરે વિષયને ધ્યાનમાં લઇ પ્રશ્નો પુછી સાચા જવાબ આપેલ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. અને આંતરરાષ્ટ્રીય જિજ્ઞાસા ક્વિઝ પ્રશ્નોતરી સ્પર્ધામાં ભાગ લેવા પ્રેરિત કર્યા હતા. સંસ્થાના પ્રમુખ સાગરસિંહ વાઘેલા અને પ્રધાનાચાર્ય ડૉ.મનીષભાઈએ વધુ ને વધુ વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઇ પોતાની જિજ્ઞાસાવૃતિને ખીલવે અને જ્ઞાન પ્રાપ્ત કરી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરે તે હેતુ થી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થા પરિવારે ઇન્ડિયન ઓઈલ અને તેમના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટર :  આસિફ પઠાણ સાણંદ

Related posts

Leave a Comment