હિન્દ ન્યુઝ, ભુજ
તાજેતરમાં કચ્છ જિલ્લામાં પડેલા વરસાદના પગલે કુલ ૩૬ રસ્તાઓ, નાના પુલ ખોરવાયા હતા. જિલ્લા વહીવટી તંત્ર અને માર્ગ મકાન વિભાગ પંચાયતની સઘન કામગીરીના પગલે હાલે ૨૩ રોડ રસ્તા, નાના પુલ પૂર્વવત થઇ ગયા છે તેમજ અન્ય ૧૩ રોડ રસ્તા પુલ રીપેરીંગની કામગીરી ચાલી રહી છે. ભારેથી અતિભારે વરસાદના કારણે કચ્છમાં તૂટેલાં માર્ગોને યુધ્ધના ધોરણે ૨૮ જેસીબી, ૨૬ ડમ્પર, ૧૫ ટ્રેકટર, ૩ લોડર અને ૧ હીટાચી પોકલેન્ટ જેવા મશીનો સાધનોની મદદથી ૬૭ જેટલાં માનવબળે દિન પાંચમાં ૨૩ માર્ગો પૂર્વવત કરી જનસામાન્ય માટે કાર્યરત કરી દીધા છે. અબડાસા, નખત્રાણા, ભચાઉ જેવા તાલુકામાં ભારે પાણીના પ્રવાહના પગલે ગામના સંપર્ક તૂટયા હતા. ચાલુ વરસાદે અને ગતરોજથી ધીમા પડેલાં વરસાદમાં વહીવટીતંત્ર દ્વારા મુખ્ય માર્ગો અને ગ્રામ્ય વિસ્તારના માર્ગો યુધ્ધના ધોરણે રીપેર કરવામાં આવી રહયા છે. દયાપરના બીટીયારી એ રોડ, આશાપર એ રોડ, દયાપર મોરગર વાંઢ રોડ, મુડીયા બુધા, સંધ્રો વાંઢ તેમજ અબડાસા તાલુકાના વમોટી નાની મોટી રોડ, વાયોર, ફૂલાય રોડ, વાડાપધ્ધર સારાંગ રોડ, ઐંડા એ રોડ, છસરા લૈયારી રોડ તેમજ મુન્દ્રાના એચએસ-૨, બારોઈ રોડ, ભુજપર રોડ, અંજારનો ચંદીયાથી ભલોટ, નખત્રાણા તાલુકાના નખત્રાણા બેરું રોહા, ભડલીથી નથ્થરકુઇ, વિભાપર-એ, ખોંભડી મોરાય, બિબરથી વંગ રોડ, અબડાસાનો તેરા બારા રોડ, માંડવી તાલુકામાં કાઠડા એપ્રોચ રોડ, ગુંદીયાળી ભાડિયા, દુર્ગાપુર ભારાપર મેરાઉ, કમલાથી નાના રતાડીયા રોડ, ફરાદીથી ખાખર રોડ, ગોણીયાસર એ રોડ તેમજ અન્ય રોડ રસ્તા નાના પુલીયાનું કામકાજ થયેલ છે અન્ય ૧૩ કામો પ્રગતિમાં છે એમ માર્ગ મકાન પંચાયત વિભાગના કાપાઇશ્રી એમ.જે.ઠાકોરે જણાવ્યું છે. માર્ગ મકાન પંચાયત વિભાગ અને જીલ્લા વહીવટી તંત્રની કામગીરીથી વરસાદના પગલે થયેલા રોડ રસ્તાના ધોવાણ અને બાંધકામને રીપેર કરાઇ રહયા છે.