હિન્દ ન્યુઝ, પાલિતાણા
અત્યારે ચોમાસાની ઋતુ પૂરજોશમાં છે સમગ્ર રાજ્ય ભરમાં મેઘો મન મૂકીને વર્ષી રહ્યો છે અનેક વિસ્તારો જળ બંબાકાર થયાં છે કુદરતના આ રોદ્ર રૂપને ખાળવા માટે તંત પણ સજ્જ બન્યું છે ગુજરાત રાજ્યમાં જે જિલ્લાઓમાં ભારે વરસાદની સ્થિતિ છે રાજ્ય સરકાર દ્વારા એન. ડી. આર, એફ. અને એસ. ડી. આર. એફ. ની ટીમો ફાળવવામાં આવી છે ભાવનગર જિલ્લામાં પણ આવી એક એન. ડી. આર. એફ. ની. ટીમ રાહત અને બચાવનાં પગલાઓ માટે જિલ્લાનાં વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરીને રાહત અને બચાવ અંગેની જાગૃતિ લાવવા માટે સક્રિય છે.
ગઈ કાલે એન. ડી. આર. એફ. ની ટીમે પાલિતાણા તાલુકાના રંડોળા ગામમાં આવેલી સરકારી શાળામાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રનાં સહયોગ સાથે જાગૃતિ કાર્યક્રમ યોજયો હતો
આ કાર્યક્રમમાં એન. ડી. આર. એફ. ની ટીમે આપણાં ઘરમાં કે ઘર ની આસપાસ પડેલી ખાલી બોટલો, રમકડાના દળાઓ, બાઇક, ટ્રેકટર કે સ્કૂટરની નકામી ટ્યુબો દ્વારા જો પાણીમાં ફસાયા હોય તો કઈ રીતે સ્વ બચાવ કરી શકે તે અંગેનું નિદર્શન કર્યું હતું.
કોઈ પણ અકસ્માત કે સંકટ પૂછીને આવતું નથી આકસ્મિત અને અણધારી રીતે આવતી આવી આપત્તિને આપણી સામાન્ય સમજ અને બોટલ કે ટાયર જેવા કાચા સાધનો દ્વારા પણ અમૂલ્ય જીવન બચાવી શકે છે તેની નિદર્શન સાથે સમજૂતી આપી હતી. આ ઉપરાંત ફર્સ્ટ એડ કીટ વિષેની પણ પ્રાથમિક સમાજ આપવામાં આવી હતી.
શાળાનાં બાળકો અને ગ્રામજનોએ પણ એન. ડી. આર. એફ. દ્વારા આપવામાં આવેલી માહિતીને રસપૂર્વક સાંભળી હતી.
આ કાર્યક્રમ ઉપરાંત એન. ડી. આર. એફ. ની ટીમ અને જિલ્લા ડિઝાસ્ટર કચેરીના અધિકારીઓ દ્વારા પાલિતાણા અને ગારીયાધારના નદીકાંઠાના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ સંભવિત જોખમોની સમીક્ષા કરવામાં આવી.
આ કાર્યક્રમમાં જિલ્લા ડિઝાસ્ટર કચેરીના ડીપીઓ ડિમ્પલબેન તેરૈયા, એન.ડી.આર.એફ. ટીમનાં ઇન્સ્પેક્ટર દિપક યાદવ, એન.ડી.આર.એફ. ટીમનાં સબ ઇન્સ્પેક્ટર વિનીત સિંઘ તેમજ તાલુકાના ફ્લડ નાયબ મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી