હિન્દ ન્યુઝ, ભાવનગર
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલમાં ગતિશીલતા આવે તે માટે તાલુકા કક્ષાએ “સેવા સેતુ ” કાર્યક્રમ(ગ્રામ્ય) – (આઠમો તબક્કો) ભાવનગર તાલુકામાં નવા માઢીયા ગામની પ્રાથમિક શાળા ખાતે તા.૦૨/૦૩/ર૦૨૨ના રોજ સવારનાં ૦૯-૦૦ કલાકથી પ્રાંત અધિકાર, ભાવનગરનાં અધ્યક્ષ સ્થાને યોજાશે.
આ કાર્યક્રમમાં (૧) નવા માઢીયા, (૨) સનેસ (૩) કાળાતળાવ (૪) નર્મદ (૫) સવાઈનગર (૬) સવાઈકોટ (૭) પાળીયાદ (૮) દેવળીયા (૯) ખેતાખાટલી (૧૦) જૂના માંઢીયા ગામોનાં લોકો આ કાર્યક્રમમાં આવક, નોન ક્રીમીલેયર, રેશનકાર્ડમાં (નામ ઉમેરવાં, નામ કમી કરવાં અને રેશનકાર્ડમાં સુધારા કરવાં, આધારકાર્ડ, હેલ્થ વેલનેશ કાર્ડ, રાજ્ય સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, નાણાં વિભાગ, પંચાયત ગ્રામ ગૃઢ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ, મહેસૂલ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગની યોજનાઓ હેઠળનાં વ્યક્તિલક્ષી લાભો જેવાં કે, જન-ધન યોજનાના લાભો, સિનિયર સિટિઝનનાં પ્રમાણપત્ર, દિવ્યાંગતાં પ્રમાણપત્રો, પાલક માતા પિતા યોજના, દિવ્યાંગ, વિધવા, વૃધ્ધ સહાયની યોજના વિગેરેને લગતી અરજીઓ બાબતે માંગણી કરી શકશે.
આ સેવા સેતુ કાર્યક્રમમાં જે લોકો લાભ લેવાં ઇચ્છતા હોય કે કોઇ યોજનાકીય લાભ લેવા ઇચ્છતાં હોય તેઓએ તા.૦૨/૦૭/૨૦૨૨ના રોજ નવા માઢીયા પ્રાથમિક શાળા, મુ.નવા માઢીયા, તા.જિ.ભાવનગર ખાતે આ કાર્યક્રમમાં અરજીઓ રજૂ કરવાની રહેશે અને આવી અરજીઓને લગત વિભાગોનાં સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થળ પર નિકાલ કરવામાં આવશે. આ કાર્યક્રમનો મોટા પ્રમાણમાં લાભ લેવાં ભાવનગર ગ્રામ્યના મામલતદારની યાદીમાં જણાવાયું છે.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી