જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદ સભ્ય પૂનમબેન માડમની નાગરિક ઉડ્ડયન સમિતિમાં નિમણૂક થઈ છે.
કેન્દ્ર સરકારશ્રી એ નાગરિક ઉડ્ડયન વિભાગની સલાહકાર સમિતિની રચના કરી છે. જેમાં કેન્દ્રના રાજ્યકક્ષાના મંત્રી હરદીપસિંહ પુરી ચેરમેન છે અને સાંસદસભ્ય પૂનમ માડમ સહિત 16 સભ્યોની નિમણૂક થઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સાંસદસભ્ય પૂનમ માડમ કેન્દ્ર સરકારની સ્ટેન્ડીંગ કમિટી ઓફ વુમન એમ્પાવરમેન્ટ કમિટી ઓફ પબ્લિક અંદર ટેડિન્ગ ડિપાર્ટમેન્ટ રિલેટેડ પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી કમિટીઓની ઇન્ડસ્ટ્રીઝના સભ્ય તરીકે જવાબદારી સંભાળે છે.