હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીની યાદીમાં જણાવવામાં આવે છે કે, ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન આપવા બાબતનો સમગ્ર ગુજરાત રાજ્યમાં ૮ મહાનગરોમાં તા.૨૬/૦૫/૨૦૨૨ તથા દરેક જિલ્લામાં તા.૩૦/૦૫/૨૦૨૨ ના રોજ આ કાર્યક્રમ યોજાનાર છે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાં તા.૩૦/૦૫/૨૦૨૨ ના રોજ ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન આપવા બાબતનો કાર્યક્રમ નાનાજી દેશમુખ ઓડીટોરીયમ, નગરપાલિકા, રેલ્વે સ્ટેશન સામે, બોટાદ ખાતે સવારે ૧૦:૦૦ કલાક થી ૧૧:૫૦ કલાક દરમ્યાન યોજાનાર છે.
આ કાર્યક્રમના આયોજન અંતર્ગત તા.૨૫/૦૫/૨૦૨૨ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમના કન્વીનર જિલ્લા શિક્ષણાધિકારી, સહ કન્વીનર રોજગાર અધિકારી, જિલ્લા પશુપાલન અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, યુવા વિકાસ અધિકારી, જિલ્લા માહિતી અધિકારી, આચાર્ય આઈ.ટી.આઈ., બોટાદ, રાણપુર, ગઢડા, બરવાળા સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વધુમાં કાર્યક્રમનું પ્રસારણ ‘વંદે ગુજરાત’ ચેનલ નં.૯ તેમજ બોર્ડની યુ ટ્યુબ ચેનલ GSHSEB Gandhinagar તેમજ https://www.facebook.com/KcgGujarat/ પરથી કરવામાં આવનાર છે. આ કાર્યક્રમનો લાભ મહતમ વિદ્યાર્થીઓ તથા વાલીઓ મેળવે તે માટે અનુરોધ કરવામાં આવે છે.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ