હિન્દ ન્યુઝ, બોટાદ
તાજેતરમાં વર્ગ 3ની સીધી ભરતીમાં ઉતીર્ણ થતા બોટાદ જિલ્લા માહિતી કચેરી ખાતે માહિતી મદદનીશ તરીકે હેમાલી ભટ્ટ ફરજ પર જોડાયા હતા. આ ખુશીના માહોલ વચ્ચે હેમાલી ભટ્ટે પોતાનો પરિચય આપીને કચેરીની માહિતી તેમજ કામગીરી અને કામ કરતા અન્ય કર્મચારી વિશે જાણકારી મેળવી. સોંપાયેલી ફરજ નિષ્ઠાપૂર્વક અને સહ કર્મચારીઓ સાથે પરિવારની જેમ કામ કરવાનું જણાવ્યું. શુભ અવસર પર કચેરીના તમામ કર્મચારીએ હર્ષની લાગણી અનુભવી વર્ગ-3ની સીધી ભરતીમાં પાસ થવા બદલ શુભેચ્છાઓ પાઠવી અને સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે કચેરીના અધિકારી રાધિકાબેન વ્યાસ, સીનીયર ક્લાર્ક ભરત દેત્રોજા, ફોટોગ્રાફર અમિત મહેતા સહિતના કર્મચારી. સર્વ શુકન કણઝારીયા, હરેશ મહેતા, નરેશ પટગીર, ડી.એમ. વડદરિયા ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ