આજે તા. ૧૪મી મે ભુજ નગરપાલિકા કચેરી ખાતે આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભુજ

      રાજ્યના પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે મળી શકે તેવા ઉમદા આશયથી મહાનગરપાલિકા અને નગરપાલિકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમ યોજાય છે. જેનો આઠમો તબક્કો તા ૧૪ મી મે  ૨૦૨૨ ના રોજ નગરપાલિકા કચેરી ભુજ ખાતે યોજાશે. 

        જે પૈકી આજે તારીખ ૧૪મી મે ૨૦૨૨ના રોજ ભૂજ ખાતે શહેરી સેવાસેતુ કાર્યક્રમ સવારે ૯થી સાંજના ૫ કલાક સુધી યોજાશે. ૧૩ વિભાગોની વિવિધ ૫૬   સેવા એક જ સ્થળે નાગરિકોને વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવશે. અરજદારોની અરજી આધારપુરાવા માટેની તમામ સુવિધા સ્થળે જ ઉપલબ્ધ કરવામાં આવશે. વિવિધ સેવાઓનો લાભ લેવા માટેની આધાર પુરાવા સાથેની અરજદારની રજુઆતો બપોરે બે વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે.

        અરજદારોની વ્યક્તિગત અરજીઓનો યોગ્ય નિકાલ માટે ભુજ વિસ્તારની વિવિધ કચેરીનાં અધિકારીઓ તેમના પ્રતિનિધિ સાથે હાજર રહેશે. જેનો પાત્રતા ધરાવતા લાભાર્થીઓએ લાભ લેવો એમ ભુજ નગરપાલિકાનાં મુખ્ય અધિકારી જીગર પટેલ દ્વારા જણાવાયું   છે.

Related posts

Leave a Comment