જસદણ શહેર નગરપાલિકા વિસ્તાર માં કોરોના માટે મોબાઇલ વાન દ્વારા વેક્સિનેશન નો કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, જસદણ

જસદણ શહેર નગરપાલિકા વિસ્તાર માં કોરોના માટે વેક્સિનેશન ના અલગ-અલગ એકી સાથે 25 જગ્યાએ કેમ્પ તેમજ 10 જગ્યાએ મોબાઇલ વાન દ્વારા વેક્સિનેશન નો કાર્યક્રમ યોજવામાં આવેલ છે, જેના માટે આજે વઘાસીયા વાડી માં ડો. ભરતભાઇ બોઘરા પ્રદેશ ભાજપ ઉપાઅધ્યક્ષ ની ઉપસ્થિતિમાં કેમ્પ નો પ્રારંભ કરવામાં આવે તેમજ તેઓએ પોતાના વક્તવ્ય માં જણાવેલ કે તારીખ 17-9-2021 મોદીના જન્મદિવસની ઉજવણી થી લઈને તા.7/10 મોદી ગુજરાત સરકારના મુખ્યમંત્રી બન્યા પછી વડાપ્રધાન બન્યા. આમ 20 વર્ષ થી સતત પ્રજાની સેવા કરે છે તેના સેવા ભાગરૂપે આખા ભારતદેશમાં તમામ નાગરિકોને ખૂબ જ ઝડપથી વેક્સિન નો લાભ મળે તે માટે અલગ અલગ પ્રકારની ઉજવણીઓ કેમ્પો તેમજ પ્રચાર પ્રસારથી પ્રજા સુખાકારીના પ્રયત્ન કરવામાં આવે છે. તે બાબતે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ ડોક્ટર રાઠોડ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા પોતાના વક્તવ્યમાં જણાવેલ કે જસદણ શહેર ગુજરાતમાં તમામ નગરપાલિકાઓમાં વેકેશનમાં સો ટકા કામગીરી કરવા તરફ જઈ રહ્યા છીએ તેમજ આ કાર્યક્રમમાં રસીકરણ માં ઇન્ચાર્જ પંકજભાઈ ચાવ નું વેકસીનેશન માં સારી કામગીરી કરવા બદલ સનમાન કરવામાં આવે આ કાર્યક્રમમાં જિલ્લા ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લાના ઉપપ્રમુખ ખોડાભાઈ ખસિયા જિલ્લાના મંત્રી રમા બેન મકવાણા તેમજ જિલ્લા બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ હરેશભાઈ હેરભા, લઘુમતી મોરચા જિલ્લાના અધ્યક્ષ અલાઉદ્દીન ભાઈ, ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનો અશોકભાઈ મહેતા તથા ચંદુભાઈ કચ્છી નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન એમજ ઉપપ્રમુખ દિપુભાઇ ગીડા તેમજ પૂર્વ પ્રમુખ જીગ્નેશભાઈ હિરપરા, પૂર્વ કારોબારી ચેરમેન ભાવેશ ભાઈ વઘાસિયા, ચૂંટાયેલા તમામ સદસ્ય તેમજ જસદણ શહેર ભાજપ પ્રમુખ અનિલ ભાઈ મકાણી મહામંત્રી મુકેશભાઈ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઈ રામાણી શહેરના અલગ-અલગ મોરચાના પ્રમુખ મહામંત્રી તેમજ જસદણ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ અશોકભાઈ ધાધલ તથા
જસદણ પ્રાંત અધિકારી ગલચર, મામલતદાર ઝાલા, નગરપાલિકાના ચીફ ઓફિસર ત્રિવેદી તેમજ જસદણ શહેર ના આગેવાન કાર્યકર્તાઓ સરકારી કર્મચારીઓ વગેરે જહેમત ઉઠાવી જસદણ શહેર કોરોના મુક્ત કરવા માટે સો ટકા કામગીરી પૂર્ણ કરવાના લક્ષ સાથે આજનો કાર્યક્રમ યોજવામાં આવેલ. આ કાર્યક્રમના સફળ બનાવવા માટે શહેર ભાજપ નગરપાલિકા આરોગ્યની ટીમ પ્રાંત કચેરી ની ટીમ તેમજ મામલતદાર કચેરી ની ટીમ પોલીસ ડિપાર્ટમેન્ટ વગેરે સાથે મળીને કાર્યક્રમને સફળ બનાવેલ કાર્યક્રમનું સંચાલન પંકજભાઈ ચાવ દ્વારા કરવામાં આવેલ. 

રિપોર્ટર : વિજય ચાંવ, જશદણ 

Related posts

Leave a Comment