દિયોદર ઠાકોર બોર્ડિંગ ખાતે આભાર દર્શન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, દિયોદર

દિયોદર ઠાકોર સમાજ દ્વારા ગત સપ્તાહ માં કન્યા કેળવણી રથ નું સમાપન થયું જે રથ દિયોદર તાલુકા ના વિવિધ ગામો માં પરિભ્રમણ કરી દિયોદર ના મોજરું ખાતે પુર્ણાહુતી થઈ હતી જેમાં કન્યા હોસ્ટેલ ના બાંધકામ માટે એક કરોડ થી વધુ નું રોકડ દાન એકત્રિત થયું છે જેમાં તાલુકા ના વિવિધ સમાજે ઉદાર હાથે ફાળો આપી ઠાકોર સમાજ ની દીકરીઓ ભણે એ માટે સહભાગી થયા જેના ભાગ રૂપે રવિવાર ના રોજ દિયોદર ઠાકોર બોર્ડિંગ ખાતે જેમણે કન્યા હોસ્ટેલ ના બાંધકામ માટે દાન આપ્યું તેવા દાનવીર દાતાઓ નું ખેસ થી સન્માન કરવા માં આવ્યું હતું. આ પ્રસંગે દિયોદર ના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા એ જણાવ્યું હતું કે ઠાકોર બોર્ડિંગ ખાતે જે કન્યા હોસ્ટેલ બનવા જઈ રહી છે તે દીકરીઓ માટે ખૂબ ઉજવળ ભવિષ્ય કહેવાય આ હોસ્ટેલ માં સમાજની દીકરીઓ ભણી ને ખૂબ આગળ વધે અને સમાજ અને મા બાપ નું નામ રોશન કરે રાજ્ય સરકાર ના પૂર્વ મંત્રી અને ઠાકોર સમાજ ના આગેવાન કેશાજી ચૌહાણે તમામ ને આવકાર્યા હતા અને જે સમાજ ના લોકોએ ફાળો આપ્યો તેમને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે દિયોદર વી કે વાઘેલા હાઈસ્કૂલ ના ચેરમેન અને તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ પ્રવિણસિંહ વાઘેલા એ કન્યાઓ માટે એક લાખ અગિયાર હજાર નું રોકડ દાન આપ્યું હતું અને ઠાકોર સમાજ ની દીકરીઓ ને શિક્ષણ આપવા આહવાન પણ કર્યું હતું અને દીકરીઓ ના શિક્ષણ માટે દાન આપવા માટે આમારા દાન ના દરવાજા કાયમ માટે ખુલ્લા છે તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે સંત શ્રી સદા રામ કેળવણી ટ્રસ્ટના પ્રમુખ નાગજીજી ઠાકોર, મંત્રી ભવાનજી ઠાકોર, પી કે ઠાકોર,જીતાજી ઠાકોર, દિયોદર ના પૂર્વ મામલતદાર કે કે ઠાકોર, લાલજીભાઈ જોશી,વિહાજી ઠાકોર, જોરાજી ઠાકોર, હજુરજી ઠાકોર, મફાજી ઠાકોર, બળવંતજી ઠાકોર, સેધાજી ઠાકોર, ચમનજી ઠાકોર, રઘુભાઈ જોશી, દિયોદર પૂર્વ સરપંચ કે.પી.માળી, મોજરું સરપંચ ભલસિંહ દરબાર, ખેમાજી ઠાકોર, ભુરાજી ઠાકોર, ભારમલભાઈ સુથાર, બાબુભાઈ સુથાર, ભરતભાઈ ઠાકોર વકીલ, અનુપજી ઠાકોર, સ્વરૂપજી ઠાકોર, રામભાઈ ઠાકોર, અભેસિંહ ઠાકોર, ચંદુજી ઠાકોર, પ્રકાશજી ઠાકોર, શોભાજી ઠાકોર, સહિત ટ્રસ્ટીગણ તેમજ સમાજ ના આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : કલ્પેશ તૂરી, દિયોદર

Related posts

Leave a Comment