ભાવનગર જિલ્લાનાં બાગાયતદારોને બાગાયત ખાતાની વિવિધ સહાયની યોજનાઓ માટે આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

                 ભાવનગર જિલ્લાના બાગાયતદારને બાગાયત ખાતું, ગુજરાત રાજય, નાયબ બાગાયત નિયામક, ભાવનગરની ખેડુતો માટે બાગાયત ખાતાની વિવિધ સહાયની યોજનાઓ હેઠળના વિવિધ ઘટક માટેની ઓનલાઇન અરજીઓ આઈ-ખેડૂત પોર્ટલ મારફતે યાદી-૧ પ્રમાણે તા.૩૦/૦૪/૨૦૨૨ સુધી www.ikhedut.gujarat.gov.in વેબસાઇટ પરથી કરી શકાશે, તો રસ ધરાવતાં ખેડુતોએ જરૂરી સાધનિક કાગળો સાથે અરજી કરવા જણાવવામાં આવે છે. ઓનલાઇન કરેલ અરજીની સહીવાળી નકલ સાધનિક કાગળો સાથે દિન-૭માં નાયબ બાગાયત નિયામક, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગરને જમા કરવાની રહેશે. જેમાં અતિ ઘનિષ્ટ તથા ઘનિષ્ટ ફળપાકો/વધુ ખેતી ખર્ચવાલા ફળપાકો સિવાયના ફળપાકોમાં સહાય, અર્ધપાકા/ પાકા અને કાચા મડંપ-વેલાવાળા શાકભાજીના પેડલ, ઔષધીય/સુગંધીત પાકોના વાવેતર માટે સહાયતથા નવા ડીસ્ટીલેશન યુનીટ માટે સહાય, કંદ ફૂલો, છુટા ફૂલોઅને દાંડી ફૂલો (કટ ફલાવર્સ)માં સહાય, ટુલ્સ, ઇકવીપમેન્ટ, શોટીગ/ગ્રેડીંગના સાધનો, પીએચએમના સાધનો (વજનકાટા, પકેીંગ મટીરીયલ્સ, શોટીંગ/ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટીક ક્રેટસ), ટીસ્યુકલ્ચર ખારેક, પપૈયા અને કેળની ખેતીમાં સહાય, દેવીપુજક ખેડુતોને તરબુચ, ટેટી અને શાકભાજીના બીયારણમાં સહાય, ફળ/શાકભાજી પાકોના હાઇબ્રિડ બિયારણ ખરીદવા, ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય, બાગાયતી પાકોમાં વોટર સોલ્યબલ ખાતરમાં સહાય, સરગવાની ખેતીમાં સહાય, ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકામાં સહાય, બાગાયતી પેદાશની પોસ્ટ હાવેસ્ટ મેનેજમેન્ટ અતર્ગત પકેીંગ મટીરીયલ્સમાં સહાય, રક્ષિત ખેતીમાં સહાય(પ્લાસ્ટીક આવરણ (મલ્ચીંગ),પ્લાસ્ટીક ટનલ્સ, નેટ હાઉસ, પોલીહાઉસ), રાઇપનીંગ ચેમ્બર, મોબાઇલ પ્રોસેસીંગ યુનિટ,પ્રી કુલિંગ યુનિટ અને કોલ્ડ રૂમ માટે સહાય, બાગાયતી ખેતીમાં યાંત્રિકીકરણ માટે સહાય (ટ્રેકટર,પાવર ટીલર, સ્વયં સંચાલિત મશીનરી, ટ્રેકટર માઉંન્ટેડ સ્પ્રેયર), કોલ્ડ સ્ટોરેજ અને કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમમાં સહાય, પેકહાઉસ (9×6 મી.),સંકલિત પેકહાઉસ (9×18 મી.) અને ફંકશનલ ઇન્ફ્રાસ્ટ્રકચર માટે સહાય, લો કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રકચર માટે સહાય (ક્ષમતા ૨૫ મે.ટન), ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામુલ્યે છત્રી/શેડ કવર પુરા પાડવા બાબતની સહાય યોજના, મધમાખી હાઇવ, મધમાખી સમુહ અને બી બ્રીડર દ્વારા મધમાખી સમુહ ઉત્પાદન માટે સહાય જેવા વિવિધ ઘટકોમાં સહાય યોજનાઓનો લાભ લેવા માંગતા ખેડુતોને નાયબ બાગાયત નિયામક, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગરનો રૂબરૂમાં અથવા ફોન નંબર ૦ર૭૮- ર૪ર૦૪૪૪ પર સંપર્ક સાધવા તથા ઓનલાઇન અરજી કરવા ikhedut.gujarat.gov.in વેબસાઇટ પર કરીને, ઓનલાઇન કરેલ અરજીની સહીવાળી નકલ સાધનિક કાગળો સાથે નાયબ બાગાયત નિયામક, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગરને જમા કરવાની રહેશે તેમ નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment