ધી ન્યુ વિરમગામ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ખાતે ટેકાના ભાવથી તુવેરની ખરીદી માટે કેન્દ્ર શરૂ કરાયુ

હિન્દ ન્યુઝ, વિરમગામ 

           ભારત સરકારની પી.એસ.એસ યોજના હેઠળ ટેકાના ભાવથી તુવેરની ખરીદી માટે વિરમગામ એપીએમસીમાં ધી ન્યુ વિરમગામ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ખાતે કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. મંગળવારે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવેલ ખેડુતોની તુવેરની ખરીદી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધી ન્યુ વિરમગામ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન નવદિપભાઇ ડોડીયા, પુર્વ ધારાસભ્ય વજુભાઇ ડોડીયા, વિરમગામ એપીએમસી ચેરમેન લખુભા ચાવડા, વાઇસ ચેરમેન રમેશભાઇ કોળી પટેલ, ખરીદ વેચાણ સંઘના ડિટેક્ટરો, ભાજપના કાર્યકર્તાઓ, ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.

ધી ન્યુ વિરમગામ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન નવદિપભાઇ ડોડીયા જણાવ્યુ હતુ કે, ભારત સરકારની પી.એસ.એસ યોજના હેઠળ ટેકાના ભાવની ખરીદી માટે ગુજરાત રાજ્યની સરકાર, કૃષિ વિભાગ અને ગુજકોમાસોલના સહયોગથી વિરમગામ એપીએમસી ખાતે વિરમગામ ખરીદ વેચાણ સંઘમાં તુવેરની ખરીદીનું કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. અમે જે ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હોય તેમને ફોન કરીને સંપર્ક કરીએ છીએ અને ક્રમ પ્રમાણે ખરીદ વેચાણ સંઘમાં ખરીદી માટે બોલાવીએ છીએ.

Related posts

Leave a Comment