જર્મન ગણરાજ્યના રાજદૂત ભાવનગરની બે દિવસીય મુલાકાતે

હિન્દ ન્યુઝ, ભાવનગર


જર્મન ગણરાજ્યના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત વોલ્ટર જે. લિન્ડનરે આજે સુરતથી રોપેક્ષ ફેરી મારફતે ભાવનગરના જાણીતા બંદર એવાં ઘોઘા ખાતે આવી પહોંચતાં ભાવનગર કલેક્ટર યોગેશ નિરગુડેએ સ્વાગત- અભિવાદન કર્યું હતું. ભાવનગરની બે દિવસીય મુલાકાતે પધારેલાં રાજદૂત વોલ્ટર જે. લિન્ડનર બપોર બાદ અલંગની અને આવતીકાલે પાલીતાણાના જૈન મંદિરની પણ મુલાકાત લેવાના છે. ભાવનગર ખાતે રોપેક્ષ ફેરી મારફતે આવી પહોંચ્યાં બાદ તેમણે ભારત હવે દરિયાઇ પરિવહન ક્ષેત્રે પણ કાઠૂં કાઢી રહ્યું છે તેનું ઘોઘા સાક્ષી રહ્યું છે તેનો આનંદ વ્યક્ત કરી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા રો-રો ફેરી, રોપેક્સ ફેરી જેવાં પ્રકલ્પો દ્વારા ભારત દરિયાઇ ક્ષેત્રે પણ અગ્રેસર બની રહ્યું છે તેની સરાહના કરી હતી. તેમણે સુરત થી ઘોઘાની દરિયાઇ સફર તેમના જીવનની એક યાદગાર સફર બની રહેશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. તેમની આ મુલાકાતમાં જર્મન એમ્બસીના મંત્રીઅને આર્થિક અને વૈશ્વિક બાબતોના વડા સ્ટીફન કોચ, મુંબઇ કોન્સુલેટના કાર્યકારી કોન્સલ જનરલ સુ મારિયા ઇયનિંગ, રાજનૈતિક અને આર્થિક બાબતોના વરિષ્ઠ સલાહકાર સુ આશુમી શ્રોફ પણ સાથે રહ્યાં હતાં.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment