હિન્દ ન્યુઝ, બોટાદ
ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.૦૩-૦૨-૨૦૨૨ના હુકમથી તા.૦૪-૦૨-૨૦૨૨ સુધી અમલમાં રહે તે મુજબ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ. જેના અનુસંધાને તા.૦૩/૦૨/૨૦૨૨ થી બોટાદ જિલ્લામાં વિગતવાર જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. કોરોના સંક્રમણને ધ્યાને લેતા ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.૧૦/૦૨/૨૦૨૨ ના હુકમથી થયેલ નિર્ણય અનુસાર રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણોની અવધિ લંબાવવાનું નક્કી કરેલ છે. જેથી બોટાદ અધિક જિલ્લા કલેકટર અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪, ગુજરાત પોલીસ અધિનિયમની કલમ -૩૩(૧) તથા ૪૩, ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪, ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન, ૨૦૨૦ અન્વયે જાહેરનામાં દ્વારા તા.૧૧/૦૨/૨૦૨૨ ના સવારના ૦૬-૦૦ કલાકથી તા.૧૮/૦૨/૨૦૨૨ ના સવારના ૦૫-૦૦ કલાક સુધી કન્ટેઈમેન્ટ ઝોન સિવાયના વિસ્તારો માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે.
આ જાહેરનામામા વધુમાં જણાવ્યા મુજબ સમગ્ર જિલ્લામાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો તેમજ ધાર્મિક સ્થળોએ ખુલ્લામાં મહત્તમ ૧૫૦ વ્યકિતઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતામાં ૫૦% (મહત્તમ ૧૫૦ વ્યકિતઓની મર્યાદામાં) વ્યકિતઓ એકત્રિત થઈ શકશે., લગ્ન પ્રસંગમાં ખુલ્લામાં મહત્તમ ૩૦૦ વ્યકિતઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના ૫૦% વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે, લગ્ન પ્રસંગ માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણી કરાવવાની રહેશે., અંતિમ ક્રિયા, દફનવિધિ માટે મહત્તમ ૧૦૦ (એકસો) વ્યકિતોની મંજૂરી રહેશે, પબ્લિક તથા પ્રાઈવેટ બસ ટ્રાન્સપોર્ટમાં નોન.એ.સી.બસ સેવાઓ ૭૫% ક્ષમતા સાથે (Standing not allowed) જ્યારે એ.સી.બસ સેવાઓ મહત્તમ ૭૫% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે, બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રિ કર્ફયુમાંથી મુકિત આપવામાં આવે છે., સિનેમાં હોલ બેઠકમાં ૫૦% થી ચાલુ રાખી શકાશે., જીમ સમાવેશ ક્ષમતાના ૫૦% થી ચાલુ રાખી શકાશે., વોટર પાર્ક તથા સ્વિમિંગ પુલ ક્ષમતાના મહત્તમ ૫૦% સાથે ચાલુ રાખી શકાશે., વાંચનાલયો બેઠક ક્ષમતાના ૫૦% થી ચાલુ રાખી શકાશે., ઓડીટોરિયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો બેઠક ક્ષમતાના ૫૦% થી ચાલુ રાખી શકાશે., જાહેર બાગ-બગીચાઓ રાત્રિના ૧૦.૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે., ધોરણ-૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ સેન્ટરો/ટ્યુશન ક્લાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક-ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦% વિદ્યાર્થી સાથે ચાલુ રાખી શકાશે., શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સૂચનાઓને આધિન ચાલુ રાખી શકાશે., શાળા, કોલેજ અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે યોજી શકાશે., સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટસ સ્ટેડીયમ/સંકુલમાં રમતગમત પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર ચાલુ રાખી શકાશે.
આ જાહેરનામામા દર્શાવેલ તમામ આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતો માટે વેકિસનના બે ડૉઝ ફરજિયાત રહેશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૨૭/૧૨/૨૦૨૧ ના હુકમથી જાહેર કરવામાં આવેલ National Directives for Covid-19 નું સમગ્ર બોટાદ જિલ્લામાં તમામે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
આ હુકમ તા.૧૧/૦૨/૨૦૨૨ થી ૧૮/૦૨/૨૦૨૨ ના સવારના ૦૫-૦૦ કલાક સુધી બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે. તેમજ આ હુકમનો ભંગ કે ઉલંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ